ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી છે. આ વચ્ચે અમરેલીના સાવરકુંડની APMCમાં ભાજપની બેઠક મળી હતી. જિલ્લામાં આવેલા સાવરકુંડલા વિધાનસભા સીટ ઉપર સુરેન્દ્રનગર જિલ્લાના દિલીપ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે આજે આ બેઠકમાં દિલીપ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સંગઠનને મજબુત કરવા માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિધાનસભા વિસ્તાર પ્રમાણે એક વિસ્તારકને જવાબદારી સોંપી દેવામાં આવી છે. ચૂંટણી સુધી સતત સંગઠન સાથે ચર્ચાઓ કરી કામગીરી કરવાની રહેશે. ત્યારે અમરેલી જિલ્લામાં આવેલી સાવરકુંડલા વિધાનસભા બેઠક ઉપર સુરેન્દ્રનગર જિલ્લાના દિલીપ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. આજે સાવરકુંડલા તાલુકા ભાજપ મંડળ સાથે દિલીપ પટેલ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામ હોદ્દેદારો, તાલુકા પંચાયત સદસ્યો, ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓના સંદર્ભમાં ચર્ચાઓ કરી સંગઠન મજબૂત બને, કાર્યકરો જોમ જુસામાં રહે તે માટે સતત માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ કરી પાર્ટીની કામગીરી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં વિપક્ષને કેવી રીતે જડબાતોડ જવાબ આપવો સહિતની રણનીતિઓ ચૂંટણી પહેલા તૈયાર કરવાનું પણ જણાવાયું હતું. આ બેઠકમાં કેટલાક સહકારી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી જિલ્લામાં દરેક બેઠક પર વિસ્તારકની નિમણુક કરી દેવાય છે. જેના કારણે સંગઠનના લોકો સાથે બેઠકો શરૂ કરી દેવાય છે. વિસ્તારમાં કેવો માહોલ છે શું કરવું જોઈએ કાર્યકરોના કેવા પ્રશ્નો આ બધી જ બાબતે વિસ્તારકની જવાબદારી પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવી છે. જેના કારણે વિધાનસભા ચૂંટણીઓ સુધી વિસ્તારકને જે તે વિધાનસભા વિસ્તારમાં રહેવાનું છે. ચૂંટણીઓ આવે તે પહેલા સંગઠન વધુ સક્રિય રહે તેવા પ્રયાસ શરૂ કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.