ગુજરાત રાજય તલાટી મંત્રી મહામંડળ દ્વારા વર્ષોથી રજુઆત કરવા છતા સરકાર દ્વારા પડતર પ્રશ્નોનુ કોઇ નિરાકરણ કરાતુ ન હોય આવતીકાલથી રાજય સહિત અમરેલી જિલ્લામા તલાટી મંત્રીઓ અચૌક્કસ મુદત સુધી હડતાલ પર ઉતરશે. અમરેલી જિલ્લામા 519 ગ્રામ પંચાયતમા ફરજ બજાવતા 310 તલાટી મંત્રીઓ આવતીકાલથી અચૌક્કસ મુદત સુધી હડતાલ પર ઉતરી જશે.
ધારીમા આજરોજ તાલુકા તલાટી મંત્રી મંડળ દ્વારા ટીડીઓ અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતુ. જેમા જણાવાયું હતુ કે ગુજરાત રાજય તલાટી મંત્રી મહામંડળ દ્વારા વર્ષ 2018થી સરકારમા રજુઆત કરવામા આવે છે તેમ છતા પડતર પ્રશ્નોનુ યોગ્ય નિરાકરણ લાવવામા આવેલ નથી. અગાઉ પણ હડતાલનુ એલાન અપાયુ હતુ પરંતુ પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવવાની બાંહેધરી અપાતા હડતાલ મોકુફ રાખવામા આવી હતી. પરંતુ આ વાતને નવ માસ જેટલો સમય વિતી ગયો હોવા છતા હજુ સુધી પ્રશ્નોનુ નિરાકરણ આવ્યું નથી.
ધારી તાલુકાના તમામ તલાટી મંત્રીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અન્વયેની કામગીરી તથા તારીખ 13/8થી 15/8 સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમા રાષ્ટ્રધ્વજ સન્માન સાથે ફરકાવવાની કામગીરી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. લાઠી, વડીયા, બગસરા, રાજુલા, જાફરાબાદ, બાબરા, સાવરકુંડલા, ખાંભા સહિત તાલુકાભરમા તલાટીઓ અચૌક્કસ મુદતની હડતાલ પર ઉતરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.