રજૂઆત:તલાટી મહામંડળની વિવિધ માંગણી નહિં સતોષાતા અમરેલી જિલ્લાના તલાટી મંત્રીઓએ આવેદનપત્ર આપ્યું

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 40 જેટલા તલાટીમંત્રીઓ વિવિધ પડતર માંગણી મુદ્દે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી સરકારી કચેરીના વિવિધ વોટ્સએપ ગ્રુપમાંથી રિમુવ થઈ વિરોધ દર્શાવ્યો

વર્ષ 2018 માં સરકાર અને તલાટી મંત્રી મહામંડળ વચ્ચે કેટલીક વિવિધ માગણી સાથે મંત્રણા થઈ હતી. જેમાં સરકાર દ્વારા ખાત્રી અપાઈ હતી. ત્યારેબાદ આજે 3 વર્ષ જેટલો સમય થયો હોવા છતાં તલાટી મંત્રીઓની માંગણી નહીં સંતોષાતા રાજય તલાટી મંત્રી મહામંડળની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા તલાટી મહામંડળ પ્રમુખના નેતૃત્વ હેઠળ ફરી સરકાર સામે બાયો ચડાવી છે.

જિલ્લા વહીવટી તંત્ર ચિંતામાં મુકાયુઆ અંગે તલાટી મંડળની રાજ્ય લેવલે મળેલી બેઠકમાં ફરી આંદોલન કરવાનું નક્કી થતા આજે સોમવારથી વિવિધ માંગણી સાથે તલાટી મંત્રીઓ દ્વારા મોરચો માંડી દેવાયો છે. આજે 40 તલાટીમંત્રીઓ જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરવા પહોચ્યાં હતા. સરકારી કચેરીઓ તેમજ અધિકારીઓ સાથે સંકળાયેલા સરકારી ઉચ્ચ અધિકારીઓના આદેશ માટે બનાવેલા વોટ્સએપ ગ્રુપમાંથી પણ તમામ તલાટી મંત્રી રિમુવ થઈ વીરોધ દર્શાવ્યો હતો. જેને લઈ જિલ્લા વહીવટી તંત્ર પણ ચિંતામાં મુકાયુ છે.

માંગ નહીં સંતોષાય તો આવનારા દિવસોમાં પ્રતીક ધરણા કરાશેઅમરેલી જિલ્લા તલાટી મંત્રી મંડળના પ્રમુખ જયેશ કટેસીયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2018ના વિવિધ પડતર પ્રશ્નનો ઉકેલ હજુ સુધી ન આવતા અમારે ના છૂટકે આંદોલન કરવુ પડશે. જો આગામી દિવસોમાં અમારી માંગ નહીં સંતોષાય તો અમે અલગ-અલગ જિલ્લા અને તાલુકા મથક પર આવેદનપત્ર આપી વિરોધ પ્રદશન કરીશું. આવનારા દિવસોમાં જિલ્લા પંચાયત કચેરી સામે પ્રતીક ધરણા ઉપવાસ કરીશું. ત્યારબાદ ગાંધીનગર જવા માટેનું પણ આયોજન થયું છે.

અન્ય સમાચારો પણ છે...