• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Talati Minister Of Kotda Village In Khambha, Amreli, Was Caught Red handed Taking A Bribe Of Rs 4,000, Demanding A Bribe From A Contractor To Return The Deposit.

ACBની સફળ ટ્રેપ:અમરેલીના ખાંભાના કોટડા ગામનો તલાટી મંત્રી 4000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, ડીપોઝીટની રકમ પરત કરવા બદલ કોન્ટ્રાકટર પાસે લાચ માગી હતી

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટર દ્વારા ACBમાં ફરિયાદ કરાતા છટકું ગોઠવી તલાટીને ઝડપી પાડ્યો

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કોટડા ગામના તલાટીને ACBએ ચાર હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડતા લાંચિયા બાબુઓમાં ફફડાટ ફેલાયો છે. ગ્રામ પંચાયતમાં કામ રાખનાર કોન્ટ્રાક્ટરને ડીપોઝીટની રકમ પરત કરવા બદલ લાંચની માગણી કર્યાની ફરિયાદ નોંધાયા ACBએ છટકું ગોઠવી લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

ખાંભા તાલુકાના કોટડા, અનિડા અને ભાવરડી ગામનો ચાર્જ સંભાળનારા તલાટી મંત્રી અરવિંદ પરમાર કોટડા ગ્રામપંચાયત કચેરીમાં ACBએ ગોઠવેલી ટ્રેપમાં ઝડપાયો હતો. ગ્રામ પંચાયતમાં પેવર બ્લોક અને કોઝવેની દીવાલનું કામ કોન્ટ્રાકટરે રાખ્યું હતું. કામ પૂર્ણ થતા ડીપોઝીટની રકમનો ચેક પરત આપવા માટે કોન્ટ્રાકટરે રજૂઆત કરી હતી. પરંતુ, ચેક પરત આપવા માટે તલાટીએ 4000ની લાંચ માગી હતી. જે ફરિયાદ આપવા ના માગતા હોય ACBમાં ફરિયાદ કરી હતી.

ફરિયાદીની ફરિયાદ બાદ અમરેલી ACBની ટીમ દ્વારા છટકું ગોઠવવામા આવ્યું હતું. જેમાં તલાટી અરવિંદ પરમાર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. ACBની કાર્યવાહીના પગલે જિલ્લાના લાંચિયા બાબુઓમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...