આવેદન:હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક કરનાર સામે કાર્યવાહી કરો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુથ કોંગ્રેસે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક કરનાર સામે પગલા લેવા માટે યુથ કોંગ્રેસે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી માંગણી કરી હતી. પેપર ફુટવું તે ઉમેદવારોના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે. આવા લોકોને જેલભેગા કરવા તેમણે માંગણી કરી હતી. અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ દેવરાજભાઈ બાબરીયાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ કલાર્કની પરીક્ષા લેવાય હતી.

જેમાં પરીક્ષા પહેલા જ પેપર લીક થયું હતું. અસામાજીક તત્વોએ ઉમેદવારોના ભાવનાઓ સાથે ખીલવાડ કરી પેપર લીક કરી નાખ્યું હતું. ગરીબ પરિવારના દિકરાઓ બહાર રહી તૈયારી કરી રહ્યા છે. તેને અન્યાય થઈ રહ્યો છે. ઉમેદવારોને અન્યાય કરતા તત્વો સામે કડક પગલા લેવા જરૂરી બન્યા છે. અન્યથા આગામી દિવસોમાં લેવાનાર પરીક્ષાઓમાં પણ પેપર લીક થતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...