હુમલો:એક વર્ષ પૂર્વેની માથાકુટ મુદ્દે યુવાન પર તલવાર વડે હુમલો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીલિયાના સંધીવાડા વિસ્તારનો બનાવ

લીલીયામા સંધીવાડા વિસ્તારમા રહેતા બહાદુરભાઇ હુસેનભાઇ સીરમાન નામના 39 વર્ષીય યુવક પર અકરમ જીણાભાઇ અબડા, કાનાે સુલતાનભાઇ અબડા, અપ્પુ ઉર્ફે રમીઝ રજાકભાઇ અબડા નામના શખ્સાેઅે અા ખુની હુમલાે કર્યાે હતાે. અેકાદ વર્ષ પહેલા બહાદુરભાઇના ભાઇને રમીઝ સાથે ઝઘડાે થયાે હતાે અને પાેલીસ ફરિયાદ થઇ હતી તેનુ મનદુખ રાખી ત્રણેય શખ્સાેઅે તેને તલવાર અને લાકડીના ઘા મારી લાેહીલુહાણ કરી દીધાે હતાે. જેને પગલે અા યુવકને સારવાર માટે હાેસ્પિટલે ખસેડાયાે છે.

જયારે સામાપક્ષે રમીઝ રજાકભાઇ અબડાઅે ફિરાેજ રહેમાનભાઇ સીરમાન અને બહાદુર હુસેનભાઇ સીરમાન સામે નાેંધાવેલી ફરિયાદમા જણાવાયુ છે કે અેકાદ વર્ષ પહેલાના ઝઘડાના મનદુખમા બંને શખ્સાે તલવાર અને પથ્થર લઇ હુમલાે કરવા ધસી અાવ્યા હતા. અને તેણે પકડી રાખી માથાના પાછળના ભાગે પથ્થર મારી ઇજા પહાેંચાડી હતી. લીલીયા પાેલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...