હુમલો:કેનાલપરામાં અગાઉનું મનદુ: ખ રાખી આધેડ પર તલવારથી હુમલો

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 શખ્સે મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

ધારી તાલુકાના કેનાલપરામા રહેતા અેક અાધેડને અગાઉનુ મનદુખ રાખી અહી જ રહેતા ચાર શખ્સાેઅે તલવાર વડે હુમલાે કરી ઇજા પહાેંચાડી મારી નાખવાની ધમકી અાપતા અા બારામા તેણે ચલાલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

અાધેડ પર હુમલાની અા ઘટના ધારીના કેનાલપરામા બની હતી. અહી રહેતા કડવાભાઇ નાજભાઇ માંજુસા (ઉ.વ.60) નામના અાધેડે ચલાલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતુ કે તેના દીકરા માેટર સાયકલ લઇને જતા હતા ત્યારે અનિરૂધ્ધ દિનેશ ધાધલ, નરેન્દ્ર દિનેશ, દિનેશ ભીખુ અને જયદીપ બાવકુ નામના શખ્સાેઅે અગાઉનુ મનદુખ રાખી તેની સાથે બાેલાચાલી કરી લાકડી વડે મારામારી કરી હતી. અા બાબતે સમજાવવા જતા અા શખ્સાેઅે ઉશ્કેરાઇ જઇ અાધેડ પર તલવાર વડે ઇજા પહાેંચાડી મારી નાખવાની ધમકી અાપી હતી.

જયારે અનિરૂધ્ધભાઇ દિનેશભાઇ ધાધલે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તે માેટર સાયકલ લઇને અાવતા હતા ત્યારે અગાઉનુ મનદુખ રાખી ઘુઘાે કડવાભાઇ માંજુસા, મહેશ કડવાભાઇ, કડવાભાઇ નાજાભાઇ અને ધનજીભાઇઅે તેની સાથે બાેલાચાલી કરી હતી. અા શખ્સાેઅે કુહાડી, ધારીયા અને લાકડી જેવા હથિયારથી મારમારી ઇજા પહાેંચાડી ધમકી અાપી હતી. પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ પીઅાઇ જે.અેમ.કૈલા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...