તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇશ્વરિયા મહાદેવ:ઇશ્વરિયા ગામમાં બિરાજમાન સ્વયંભૂ ઇશ્વરિયા મહાદેવ

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રાવણ માસે શિવભકતાે દુધ, બિલ્વપત્ર અને પુષ્પાેનાે અભિષેક કરી દર્શનનાે લ્હાવાે માણે છે

અમરેલી તાલુકાના ઇશ્વરીયામા અાવેલ ઇશ્વરીયા મહાદેવ મંદિરે શ્રાવણ માસે ભકતાેની ભીડ જામે છે. અહી ભકતાે દુધ, બિલ્વપત્ર અને પુષ્પાેનાે અભિષેક કરી દર્શનનાે લ્હાવાે માણી રહ્યાં છે. ઇશ્વરીયા મહાદેવનાે ઇતિહાસ અને લાેકવાયકા કંઇક અા મુજબ છે. અહી વિક્રમ સવંત 1515મા ચારણ જ્ઞાતિના કસંત કવિ ઇશરદાસજી મહાત્મા અેક વખત પાેતાના ગામ ભાદ્રેશથી દ્વારકા જતા હતા ત્યારે તેમણે અમરેલીના ઠાકાેર વજેસંગબાપુના દરબારમા મુકામ કર્યાે હતાે. જાેગાનુજાેગ વજેસંગબાપુના દીકરાને સર્પદંશ થયાે. ઇશરદાસ મહાત્માને અા વાતની ખબર પડે છે અને તેમને જીવનદાન અાપે છે. કવિરાજને ઇશ્વરીયા અને વરસડા અેમ બે ગામ દાનમા અાપવામા અાવે છે.

ઇશરદાસે વરસડામા ઉતારાે રાખ્યાે હતાે. તે સમયે કાેઇઅે તેમને વાત કરી કે અહીથી પાંચ કિમી દુર અેક ગાય દાેવાય જાય છે જેથી ત્યાં બધા દાેડી જાય છે અને ખાેદકામ કરતા સ્વયંભુ શિવલીંગનુ પ્રાગ્ટય થાય છે. ઇશરદાસ મહાત્માના નામ પરથી ઇશ્વરીયા મહાદેવ નામ રાખવામા અાવ્યું. અહી દર શ્રાવણ માસે ભકતાે શિવલીંગના દર્શન અને પુજન અર્ચનનાે લ્હાવાે લે છે. હાલ ધીરૂપરીબાપુ સેવાપુજા કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...