સુવિધા:અમરેલીમાં સ્વામીનારાયણ ગુરૂકુળ સંસ્થા દર્દીના સેવાના હેતુથી એક એકરમાં હાેસ્પિટલ બનાવશે

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંતાે અને દાતાઅાેની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કરાયાે: ભવિષ્યમાં લોકો લાભ લઇ શકશે

અમરેલીમા જેશીંગપરા શિવાજી ચાેક નજીક સ્વામીનારાયણ ગુરૂકુળ સંસ્થા દ્વારા અેક અેકરમા ભવ્ય હાેસ્પિટલનુ નિર્માણ થશે. અાજે સંતાે અને દાતાઅાે અને મહાનુભાવાેની ઉપસ્થિતિમા શિલાન્યાસ કરાયાે હતાે. અમરેલી જિલ્લામાં તરવડા ગુરૂકુલ દ્વારા શૈક્ષણિક સેવાનો લાભ મળી રહ્યો છે.વિશેષ આરોગ્ય સેવાનો પણ લાભ મળે તેવા હેતુથી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા અમરેલી શહેરમાં 1 એકર ભુમિ પર પ્રથમ તબ્બકે 30,000 સ્ક્વેર ફુટની નુતન હોસ્પિટલ નિર્માણ થવા જઈ રહી છે.

જેનો પૂ.ગુરુવર્ય મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી હસ્તે શિલાન્યાસ વિધિ થયો.પૂ.મહંત શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ આ નિર્માણકાર્ય ટુંક સમયમાં પુર્ણ થશે.આ પ્રસંગે તરવડા ગુરુકુલના સંચાલકશ્રી પૂ.કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ કહ્યું હતું કે, "ભગવાન સ્વામિનારાયણે પોતના આશ્રિતોને રોગાતુર મનુષ્યની સેવા કરવાની આજ્ઞા કરી છે.

આ આજ્ઞા પ્રમાણે દર્દીનારાયણની સેવા કરવાનાં હેતુથી આ હોસ્પિટલ થઈ રહી છે. આ પવિત્ર પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, ખોડલધામ ટ્રસ્ટી વસંતભાઈ મોવલિયા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ નિર્માણકાર્યમાં આર્થિક સેવા કરનાર મુળ અમરેલી જિલ્લાના હાલ વિદેશમાં વસતા ગોપાલભાઈ પોપટભાઈ રાદડીયા, અશ્વિનભાઈ વલ્લભભાઇ ગજેરા, ડો.મધુરભાઈ વિગેરે ભક્તોને આશીર્વાદ આપ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...