આવેદનપત્ર:અમરેલીમાં 11મીથી સ્વચ્છ ભારત મિશન યોજનાનાં કર્મીઓ હડતાલ ઉપર ઉતરશે

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી પડતર માંગણીઓ ન સંતોષાતા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પાઠવ્યું

અમરેલીમા સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજનાના કર્મચારીઓ પાછલા ઘણા સમયથી માનદ વેતનમા કામગીરી કરી રહ્યાં છે. પાંચ પાંચ વર્ષથી વાર્ષિક ઇજાફો ન મળતા હવે આગામી તારીખ 11મીએ આ કર્મચારીઓએ હડતાલ પર ઉતરી કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.

અમરેલી આજે સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજનાના કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને આવેદનપત્ર પાઠવ્યું હતુ. જેમા જણાવાયું હતુ કે સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજનાના જિલ્લા અને તાલુકા મથકમા કામગીરી કરતા કર્મચારીઓને માસિક પગાર પાંચથી સાત હજાર રૂપિયા ચુકવવામા આવે છે.

સરકાર લઘુતમ વેતનધારાને પણ ઘોળીને પી ગઇ હોય કર્મચારીઓમા રોષ જોવા મળી રહ્યો છે. અનેક વખત રજુઆત છતા પણ સરકાર તરફથી વેતન વધારા મુદે કોઇ કાર્યવાહી કરાતી ન હોય હવે આગામી 11મીએ આ કર્મચારીઓ હડતાલનુ શસ્ત્ર ઉગામશે. જિલ્લામા તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરી કામથી અળગા રહેશે.

અન્ય સમાચારો પણ છે...