તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પૂર્વ ધારાસભ્ય કાકડિયાના પત્ની સહિત બે કાેંગ્રેસમાંથી સસ્પેન્ડ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના બે સદસ્યાે સામે વ્હીપ વિરૂદ્ધ જવા બદલ કાર્યવાહી

રાજયસભાની ચુંટણી વખતે કાેંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપનાર જે.વી.કાકડીયા ભાજપમા પણ ભળી ગયા છે. પરંતુ તેમના પત્ની કાેકીલાબેન કાકડીયા કાેંગ્રેસના પાલિકા સદસ્ય તરીકે યથાવત હતા. તાજેતરમા પ્રમુખની ચુંટણીમા તેમણે વ્હીપનાે અનાદર કરતા આખરે કાેંગ્રેસે કાેકીલાબેન સહિત બે સભ્યને પક્ષમાથી સસ્પેન્ડ કરી દીધા છે. અમરેલી જિલ્લા કાેંગ્રેસ સમિતીના પ્રમુખ અર્જુનભાઇ સાેસાએ આજે આ હુકમ કર્યાે હતાે. ચલાલા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની તાજેતરમા ચુંટણી યાેજાઇ હતી. કાેંગ્રેસ દ્વારા તેના તમામ સદસ્યાેને કાેંગ્રેસ પક્ષ તરફી મતદાન કરવા માટે વ્હીપ આપવામા આવ્યાે હતાે. પરંતુ એક સમયના કાેંગ્રેસના આગેવાન અને પુર્વ પાલિકા પ્રમુખ કાેકીલાબેન કાકડીયા અને અશાેકભાઇ વિરજીભાઇ કાકડીયા પ્રમુખ ઉપપ્રમુખની આ ચુંટણી બેઠકમા જ હાજર રહ્યાં ન હતા. બંને સભ્યાેએ વ્હીપ વિરૂધ્ધ કાર્યવાહી કરી હાેય ગુજરાત પ્રદેશ કાેંગ્રેસ સમિતી દ્વારા ગત 4/9ના રાેજ બંનેને નાેટીસ પાઠવવામા આવી હતી. જાે કે આ બંને સદસ્યાેએ નાેટીસનાે કાેઇ ખુલાસાે આપવાની પણ દરકાર લીધી ન હતી. જેથી આજે બંનેને કાેંગ્રેસમાથી સસ્પેન્ડ કરવાનાે નિર્ણય લેવાયાે હતાે.આમ, હવે પાલિકામાં સદસ્યનું પદ ખાલી પડશે.

અન્ય સમાચારો પણ છે...