તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પત્ની સામે જાેવાની શંકા રાખી યુવકને ચાર શખ્સાેએ મારમાર્યાે

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

લાઠીના હજીરાધારમા રહેતા એક યુવકને પત્ની સામે જાેવાની શંકા રાખી ચાર શખ્સાેએ બાેલાચાલી કરી લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી ધમકી આપતા તેણે આ બારામા દામનગર પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.યુવકને મારમાર્યાની આ ઘટના લાઠીના હજીરાધારમા બની હતી.

અહી રહેતા દેવશીભાઇ રામભાઇ માથાસુળીયા (ઉ.વ.45) નામના યુવકે દામનગર પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે જયસુખભાઇ કનુભાઇ પરમારની પત્ની સામે જાેવાની ખાેટી શંકા રાખી બહાદુર માેહનભાઇ, લખમણભાઇ, જયસુખભાઇ અને વજુભાઇએ બાેલાચાલી કરી લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.જયારે બહાદુરભાઇ માેહનભાઇ પરમારે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે પત્ની સામે જાેવા મુદે ઠપકાે આપતા દેવશી રામભાઇ, અમીત દેવશીભાઇ, અજીત દેવશીભાઇ અને રીમુબેન દેવશીભાઇએ બાેલાચાલી કરી લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી ધમકી આપી હતી. પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ એએસઆઇ જે.આર.હેરમા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...