સાવરકુંડલાના શિવાજીનગરની શિક્ષણ સંસ્થા સુર્યોદય કેળવણી અને સાંસ્કૃતિક ટ્રસ્ટ દ્વારા ધંધામા ખોટ જવાથી નાસીપાસ થઇ ગયેલા એક યુવાનને તાબડતોબ 50 હજારની સહાય મંજુર કરી સધીયારો પુરો પાડયો હતો. અહી ટ્રસ્ટ દ્વારા બાલમંદિરથી લઇ હાઇસ્કુલ સુધીના 1500 છાત્રોને શિક્ષણ અપાય છે.
પરંતુ આ ટ્રસ્ટ છાત્રોનુ શિક્ષણ પુર્ણ થયા બાદ યુવા અવસ્થામા ધંધા રોજગાર પર ચડે ત્યારે પણ તેની કાળજી લઇ રહ્યું છે. ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારના અનુસુચિત જાતિના એક યુવાનને પાછલા વર્ષોમા ચારેય તરફથી આર્થિક ફટકા લાગ્યા હતા.
આ યુવાન દેણામા આવી જતા જીગરજાન મિત્રો, સગા સંબંધીઓ બધા પાસે પ્રયત્નો કર્યા પણ આર્થિક સહયોગ ન મળ્યો. માતાના સોનાના દાગીના પર બેંક લોન લઇ કાપડનો ધંધો કર્યો પરંતુ તેમા પણ રકમ ગુમાવવી પડી. બેંક લોન અને હાથ ઉછીના લીધેલા પૈસાની ઉઘરાણીએ તેની રાતની ઉંઘ હરામ કરી હતી. આખરે રડતા રડતા તેણે ટ્રસ્ટી પ્રતાપભાઇ વરૂને મદદ માટે પોકાર કરતા તેમણે ટ્રસ્ટના સ્ટુડન્ટ વેલફેર ફંડમાથી તાકિદે રૂપિયા 50 હજારની સહાય આ યુવકને અર્પણ કરી હતી.
એઆરટીઓના હસ્તે ચેક અપાયો
પ્રતાપભાઇની ઉપસ્થિતિમા અમરેલી ખાતે એઆરટીઓના હસ્તે આ યુવકને ચેક દ્વારા રૂપિયા 50 હજારની સહાયની રકમ અર્પણ કરવામા આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.