તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપમાન:ધારીમાં બીજી વાર પારાે 42 ડિગ્રીએ, બજારમાં સૂર્યનારાયણનું લોકડાઉન

અમરેલી5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમરેલીમાં 40.2 ડિગ્રી તાપમાનથી લાેકાે અકળાયા : બપાેરે માર્ગાે સુમસામ

ધારી પંથકમા અાજે તાપમાન ઉંચકાઇને 42 ડિગ્રી સુધી પહાેંચી જતા અહી જાણે અાકાશમાથી અગનવર્ષા થતી હાેય તેવાે લાેકાેઅે અનુભવ કર્યાે હતાે. તાે અમરેલીમા પણ તાપમાન 40.2 ડિગ્રી નાેંધાતા લાેકાે કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પાેકારી ઉઠયાં હતા. અાકરી ગરમીના કારણે બપાેરે જાણે માર્ગાે પર કુદરતી સંચારબંધી હાેય તેવા દ્રશ્યાે જાેવા મળ્યાં હતા.

ધારીમા અગાઉ પણ તાપમાન ઉંચકાઇને 42 ડિગ્રી પહાેંચી ગયુ હતુ. તાે અાજે બીજી વખત પારાે 42 સુધી ઉંચકાતા અાકરા તાપથી જાણે જનજીવન ઠપ્પ થયુ હતુ. અાકરાે તાપ પડતા બપાેરના સુમારે લાેકાેઅે ઘરમા રહેવાનુ જ પસંદ કર્યુ હતુ. તાે બીજી તરફ અમરેલીમા પણ પાછલા ઘણા દિવસાેથી તાપમાન સતત 40 ડિગ્રીને પાર રહેતુ હાેય કાળઝાળ ગરમીથી લાેકાે તાેબા પાેકારી ઉઠયાં છે. અાજે અમરેલી શહેરનુ મહતમ તાપમાન 40.2 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 23.2 ડિગ્રી રહ્યું હતુ. તાે હવામા ભેજનુ પ્રમાણ 72 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 6.8 કિમીની રહી હતી.

હજુ બે દિવસ પહેલા વડીયા પંથકમા વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઇ ગયુ હતુ. વાતાવરણમા અચાનક બદલાવથી ખેડૂતાેને પણ ચણા, જીરૂ જેવા પાકને નુકશાન થવાની ભીતિ સતાવી રહી હતી. હાલ તાે અમરેલી પંથકમા તાપમાન સતત ઉંચકાયેલુ રહેતુ હાેય અાકરી ગરમીથી લાેકાે અકળાઇ ઉઠયાં છે.

ભેજનંુ પ્રમાણ વધુ રહેતા સવારે ઠંડક
અમરેલીમા પાછલા કેટલાક દિવસાેથી હવામા ભેજનુ પ્રમાણ વધુ રહેતુ હાેવાના કારણે સવારે વાતાવરણમા ઠંડક જાેવા મળી રહી છે. જાે કે સુર્યનારાયણ ઉગતાની સાથે વાતાવરણ હુંફાળુ બની જાય છે અને બપાેર થતા સુધીમા અાકરાે તાપ પડી રહ્યાે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો