ઠાગાઠૈયા:તાઉ-તે વાવાઝોડાને 24 દિવસ જેટલો સમય વીત્યા પછી પણ ઘણા વિસ્તારોમાં સર્વેની કામગીરી અધૂરી, અમરેલીના ખેડૂતોમાં રોષ

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાફરાબાદના ભટવદર, સરોવડા,બાલાનીવાવ, ખાલસા કથારીયા સહિત કેટલાય ગામડામાં સર્વે કામગીરી નહીં કરતા નારાજગી અધિકારીઓને અનેક ફોન પણ કોઇ જવાબ નહીં

રાજ્ય પર આફત બનીને ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાને 24 દિવસ જેટલો સમય વીત્યા પછી પણ ઘણા વિસ્તારોમાં સર્વેની કમગીરી અધૂરી છે. અમરેલી જિલ્લા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. જ્યારે બહારના જિલ્લામાંથી આવેલી ટીમો સર્વેની કમગીરી કરતી હતી, પરંતું તંત્રના સંકલનના અભાવે ગામડા સર્વે વિહોણા જોવા મળી રહ્યા છે.

વાવાઝોડાનો એક મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં જાફરાબાદ તાલુકાના ભટવદર, સરોવડા, ખાલસા કથારીયા અને બાલાનીવાવ સહિત કેટલાય ગામડા છે જ્યાં ખેતીવાડીમાંથી કોઈ અધિકારી ન આવતા ખેડૂતોમાં નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે.

જાફરાબાદ તાલુકા વિકાસ અધિકારીની જવાબદારી છે પરંતુ તેમનો ફોનનો પણ કોઇ જવાબ આવી રહ્યો નથી. જેના કારણે ખેડૂતોમાં વધુ નારાજગી જોવા મળી રહી છે. કેટલાક ગામડામાં બહારની ટીમે આવીને ક્યાંક સર્વે કર્યું તો ક્યાંક ન કર્યું અને નીકળી ગઈ. જેથી ગામડા સર્વે વિહોણા રહ્યા છે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર તપાસ કરી ફરી અધૂરા રહેલા ખેડૂતોના સર્વે કરવા તપાસ કરી યોગ્ય વળતર ચૂકવવા માંગ ઉઠી છે

આ અંગે દિવ્યભાસ્કર દ્વારા જિલ્લા ખેતીવાડી હરેશ ઠુમરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, મોટાભાગે સર્વે થઈ ગયું છે અને એકલ દોકલ બાકી છે. હાજર ન હોય તો રહી ગયું હશે. જેમ જેમ આવતા જાશે તેમ લેતા જઈશું.

જાફરાબાદ તાલુકા વિકાસ અધિકારીની તાજેતરમાં નવ નયુક્ત નિમણૂક થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે, દિવ્યભાસ્કર દ્વારા સતત તેમનો સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો પરંતું તેમનો મોબાઈલ નો રિપ્લે આવી રહ્યો હતો. અનેક ગામડામાં સર્વે બાકી છે- સદસ્ય

તાલુકા પંચાયત સદસ્ય અનિરૂદ્ધભાઈ વાળાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, અહીં કેટલાક ગામડામાં સર્વે બાકી છે સતત ખેડૂતોના ફોન આવી રહ્યા છે. વહેલી તકે વાડી વિસ્તારનો સર્વે થાય તે જરૂરી છેય હાલ વરસાદની સિઝન છે ખેડૂતો મુશ્કેલીમા છે. ખેડૂતોના વાડીએ ફરજા પડી ગયા છે તેનો સર્વે પણ બાકી છે. જિલ્લા કલેક્ટર તપાસ કરાવી કોઈ ખાસ ટીમ બનાવે તો જલ્દી સર્વે થઈ શકે તેમ છે

વાવાઝોડાને લઈ રાજ્ય સરકારે સર્વે કરી મદદની જાહેરાત કરી હતી, પરંતુ અધિકારીઓની આળસના કારણે સર્વે કરવા જતાં નથી. વાવાઝોડાને આજે 24 દિવસ ઉપરાંત સમય વીત્યો હોવા છતાં સર્વેની કામગીરીમાં અધિકારીઓના ઠાગાઠૈયા જોવા મળી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...