રજૂઆત:બાકી રહેલ ખેડૂતોનો સર્વે કરી તાત્કાલીક વળતર આપવા માંગ

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજુલા જાફરાબાદમાં ડુંગળીના પાકને થયેલ નુકસાનીમાં
  • જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષના નેતાની કૃષિમંત્રીને રજૂઆત

રાજુલા અને જાફરાબાદ પંથકમાં વાવાઝોડાં દરમિયાન ડુંગળીના પાકમાં વ્યાપક નુકશાન પહોંચ્યું હતું. તંત્રએ ડુંગળીના પાકનો સર્વે હાથ ધર્યો જ નથી. ત્યારે ડુંગળીના પાકમાં ફરી સર્વે કરી તેમને વળતર આપવા માટે જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષના નેતાએ કેન્દ્રીય કૃષિમંત્રી પરસોતમભાઇ રૂપાલા અને કૃષિમંત્રી આર.સી. ફળદુને રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષના નેતા શુકલભાઇ બલદાણીયાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે રાજુલા અને જાફરાબાદ પંથકમાં ડુંગળીના પાકનું મબલખ વાવેતર થયું હતું.

પણ વાવાઝોડાના કારણે ડુંગળીના પાકમાં કરોડોનું નુકશાન થયું છે. પાકને બચાવવા માટે ગોડાઉનમાં ભરવામાં આવ્યો હતો. પરંતુ ભારે પવનના કારણે ગોડાઉન પરથી પતરા ઉડી ગયા હતા. જેના કારણે ડુંગળી વરસાદી પાણીથી પલળી ગઈ હતી. તંત્રએ નુકશાનીનો સર્વે હાથ ધર્યો હતો. ડુંગળીના પાકનો સર્વે જ કર્યો નથી. જેના કારણે રાજુલા અને જાફરાબાદના ખેડૂતોને ડુંગળીના પાકમાં મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલીક વળતર અપાઇ એવી માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...