અમરેલી જિલ્લામા ગ્રામ્યકક્ષાએ સરકારી કર્મચારીઓની ગેરહાજરીને લઇને આજરોજ જિલ્લા વિકાસ અધિકારીની સુચનાથી ટીમ દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરાયુ હતુ. ચેકીંગ દરમિયાન 10 તલાટી મંત્રી ગેરહાજર જણાતા તમામ સામે શિક્ષાત્મક પગલા લેવાશે. જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવની સૂચનાના પગલે જિલ્લા પંચાયત ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. કુલ 22 ગ્રામ પંચાયતોમાં તપાસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા 10 તલાટી કમ મંત્રીઓ ગેરહાજર જોવા મળ્યા હતા. બિનઅધિકૃત્ત રીતે ગેરહાજર રહેનાર તમામ 10 તલાટી કમ મંત્રી વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
મહત્વનું છે કે આકસ્મિક તપાસ ટીમ દ્વારા 6 જેટલી ગ્રામ પંચાયતોની ચકાસણી કરવામાં આવી હતી. તલાટી કમ મંત્રીઓ તેમની ફરજ પર સમયસર હાજર ન હોવાનું ધ્યાને આવ્યું હતું. ગ્રામ્ય કક્ષાએ સરકારની વિવિધ લોકકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને વહીવટી કામોમાં સરકારી કર્મીઓની બિનઅધિકૃત્ત રીતે ગેરહાજરીના કારણે અડચણો ઉભી ન થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી ગુરવ સતત સક્રિય છે. અગાઉ 22 ગ્રામ પંચાયતોની ચકાસણી કરવામાં આવી હતી અને કર્મચારીઓની નિયમિતતા અને તેમની કામગીરી પ્રત્યેની નિષ્ઠામાં ઉમેરો થાય તો ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોને તેમની રોજબરોજની કામોમાં પડતી મુશ્કેલીઓનું નિવારણ થાય તે મહત્વનું છે. વહીવટી કામગીરીમાં વધુ ચોકસાઈ આવી શકે તે ઉદ્દેશ્ય સાથે જિલ્લા પંચાયત ટીમ દ્વારા આગામી સમયમાં તાલુકા કક્ષાએ પણ ચકાસણી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.