તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવેતર:જિલ્લામાં ઉનાળુ તલ, મગનું વાવેતર બમણું

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભૂતળના પાણીનાે લાભ શિયાળા બાદ હવે ઉનાળામાં પણ મળશે : જાે કે ઉનાળુ મગફળી અને બાજરીનું વાવેતર ઘટ્યું

અમરેલી જિલ્લામા ઓણસાલ ઉનાળુ વાવેતર પાછલા ત્રણ વર્ષની સરેરાશની સરખામણીમા બમણાથી પણ વધુ થવા જઇ રહ્યું છે. ગત વર્ષ કરતા તલનુ વાવેતર બમણુ થયુ છે. જયારે મગનુ વાવેતર બમણુ થયુ છે. ગત વર્ષ કરતા શાકભાજીનુ વાવેતર પણ વધ્યુ છે.

ગત ચાેમાસામા અમરેલી પંથકમા ભરપુર વરસાદ પડયાે હતાે. કેટલાક વિસ્તારાેમા બમણાે વરસાદ પડયાે હતેા. જયારે કેટલાક વિસ્તારમા દાેઢ ગણાે વરસાદ પડયાે હતેા. જેને લીધે તળમા માેટા પ્રમાણમા પાણીનાે સંગ્રહ થયાે હતાે. આ ઉપરાંત અમરેલી જિલ્લાના માેટાભાગના જળાશયાે પણ છલકાયા હતા. જેનાે લાભ ખેડૂતાેને રવિપાકના વાવેતરમા મળ્યાે હતાે. આવી જ રીતે હવે ભુતળના પાણીનાે લાભ ખેડૂતાેને ઉનાળામા મળશે. અમરેલી જિલ્લામા અત્યાર સુધીમા 30755 હેકટરમા ઉનાળુ પાકનુ વાવેતર થઇ ચુકયુ છે. જેમા સાૈથી વધુ વાવેતર 9640 હેકટરમા તલનુ થયુ છે. આ ઉપરાંત 9406 હેકટરમા ઘાસચારાનુ વાવેતર થયુ છે. ગત વર્ષની તુલનાએ અમરેલી જિલ્લામા તલનુ લગભગ બમણુ વાવેતર થવા જઇ રહ્યું છે.

આવી જ રીતે મગનુ વાવેતર પણ ગત વર્ષ કરતા બમણુ થવા જઇ રહ્યું છે. જાે કે બાજરીનુ વાવેતર ઘટયુ છે અને એવી જ રીતે ડુંગળીનુ વાવેતર પણ ઘટયુ છે. હાલમા અમરેલી જિલ્લામા 2201 હેકટરમા શાકભાજીનુ વાવેતર થયુ છે. અમરેલી જિલ્લામા અડદનુ વાવેતર પણ વધ્યુ છે. જયારે મગફળીનુ 3224 હેકટરમા વાવેતર થયુ છે. અત્રે નાેંધનીય છે કે જે રીતે ચાેમાસામા સારા વરસાદનાે લાભ ખેડૂતાેને શિયાળુ પાકમા મળ્યાે છે તેવાે જ લાભ ઉનાળુ પાકમા પણ મળી રહ્યાે છે. ગત વર્ષે પણ ચાેમાસુ સારૂ હતુ જેને પગલે ગત ઉનાળામા પણ તેના આગલા વર્ષની સરખામણીમા વાવેતર વધ્યુ હતુ. જયારે આ ઉનાળામા તેનાથી પણ વધુ વાવેતર થવા જઇ રહ્યું છે જેનાે સીધાે લાભ ખેડૂતાેને મળશે.

જાફરાબાદ તાલુકામાં સાૈથી વધુ ઉનાળુ વાવેતર
સામાન્ય રીતે સાવરકુંડલા, ધારી વિગેરે વિસ્તારમા ઉનાળુ પાકનુ વધારે વાવેતર થતુ હાેય છે. પરંતુ ઓણસાલ અત્યાર સુધીમા જાફરાબાદ તાલુકામા સાૈથી વધુ 4190 હેકટરમા ઉનાળુ વાવેતર થયુ છે. જયાં ઘાસચારાે અને શાકભાજી ઉપરાંત તલ અને મગનુ સાૈથી વધુ વાવેતર કરવામાં આવ્યું છે.

જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ કયાં કેટલું વાવેતર

અમરેલી1198 હેકટર
બાબરા998 હેકટર
બગસરા825 હેકટર
ધારી1162 હેકટર
જાફરાબાદ1390 હેકટર
ખાંભા2819 હેકટર
લાઠી724 હેકટર
લીલીયા723 હેકટર
રાજુલા2910 હેકટર
કુંડલા1903 હેકટર
કુંકાવાવ743 હેકટર
કુલ સરેરાશ15395 હેકટર

20/3/21ની સ્થિતિએ કેટલું વાવેતર

બાજરી2068 હેકટર
મગ2746 હેકટર
અડદ314 હેકટર
મગફળી3224 હેકટર
તલ9640 હેકટર
ડુંગળી1151 હેકટર
શાકભાજી2201 હેકટર
ઘાસચારા9406 હેકટર
કુલ30755 હેકટર

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો