તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Successful Operation Of Amreli SOG In Savarkundla, With 12 Pistols And 35 Live Cartridges Nabbed 12 Members Of Notorious Gang Of Madhya Pradesh

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SOGનું ઓપરેશન:અમરેલીમાં હથિયારો સપ્લાય કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઇ, 7 પિસ્તોલ સાથે કુંડલાના નાના ભમોદ્રા નજીકથી 12ની ધરપકડ; 35 કાર્ટીસ પણ કબજે

અમરેલી23 દિવસ પહેલા
  • અમરેલી SOG વિવિધ ટીમ બનાવી ચારે બાજુ ઘેરો કરી ગેરકાયદેસર હથિયારો વેચતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી

અમરેલી પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપ (SOG)એ સાવરકુંડલામાં દરોડો પાડીને મધ્યપ્રદેશની હથિયાર વેચતી ગેંગને ઝડપી પાડી છે. અમરેલી SOGએ બાતમીના આધારે સાવરકુંડલાના ભમોદ્રા ગામે 7 પિસ્તોલ અને 35 જીવતાં કાર્ટિસ સાથે મધ્યપ્રદેશની કુખ્યાત ગેંગને રંગે હાથ ઝડપી પાડી છે. MPની ગેંગના 12 સભ્યોની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી
અમરેલી જિલ્લામાં સાવરકુંડલા ના ભમોદ્રા ગામ નજીક જીરા ગામ તરફ જતા રોડ પર એક કિમિ દૂર નાના ભમોદ્રા ગામ જીરા ગામ તરફ એક ખેતરના રોડની કિનારી વાળા શેઢે બાવળની કાટમાં શંકાસ્પદ ઈસમો ભેગા થયા હતાં. આ અંગેની બાતમીના આધારે ગેરકાયદેસર લાઇસન્સ વગરના અગ્નિશસ્ત્ર તથા કાર્ટિસ અને હથિયારો વેચાણ અને ખરીદીની આશંકાને લઈને બાતમીના આધારે અમરેલી SOG ટીમ દ્વારા રેડ કરાઈ હતી. રેડમાં SOGએ અલગ અલગ ટીમ બનાવી ચારેય તરફથી ઘેરો કરી ગેંગને ઝડપી હતી. આ મધ્યપ્રદેશની કુખ્યાત ગેરકાયદે હથિયારોની હેરાફેરી કરતાં હોવાનું પોલીસ તપાસમા ખુલ્યું છે. આંતર રાજ્ય ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગેંગના 12 ઈસમોની આજે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

એસપીનો હથિયારો ઝડપવા આદેશ
અમરેલી પોલીસ અધિક્ષકે જિલ્લામાં બનતા ગંભીર પ્રકારનાં ગુનાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા તથા હેરા-ફેરી કરતા ઇસમોને તાત્કાલિક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. જ્યારે માસાંતે સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણી-2021 યોજાનાર હોય અને સદરહું ચૂંટણીમાં આમ જનતા નિર્ભય શાંતિ અને સલામતીપૂર્વંક મતદાતાઓ મતદાન કરી શકે અને સમગ્ર જિલ્લામાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને અને ચૂંટણી શાંતિપુર્ણ રીતે મૂક્ત વાતાવરણમાં યોજાય તે અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલું છે.

બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા
એસ.ઓ.જી. શાખાના પી. એસ. આઈને હ્યુમન ઈન્ટેલિજન્સ તથા ખાનગી બાતમીરાહે હકીકત મળેલી કે, સાવરકુંડલા તાલુકાના નાના ભમોદ્રા ગામેથી જીરા ગામ તરફ જતા રોડ ઉપર એકાદ કિલોમીટરનાં અંતરે નાના ભમોદ્રા ગામની વાડી-ખેતરનાં રોડની કિનારીવાળા શેઢે આવેલા મોટા પરદેશી બાવળની નીચે કેટલાક શંકાસ્પદ ઇસમો ભેગા થયેલા છે. અને તેઓની પાસે ગેરકાયદેસર , વગર લાઇસન્‍સના હથિયારો તથા કારતૂસો છે. તેઓ આ હથિયાર તથા કારતૂસો ખરીદ-વેચાણ કરવાના છે. અને મજકુર ઈસમો કોઇ ગુનો કરવાની પેરવીમાં હોય, તથા આ અગ્નિશસ્ત્રો હથિયારો હેરા-ફેરી તથા વેંચાણ કરવાના હોય, જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી એસ.ઓ.જિ.ટીમની અલગ-અલગ ટીમો બનાવી ચારેય તરફથી ઘેરો કરી રેઇડ કરતા મધ્યપ્રદેશની કુખ્યાત ગેરકાયદેસર હથિયારોની હેરા-ફેરી, કરતી અતિઆધુનિક હથિયારોનાં જથ્થા સાથે આંતર-રાજ્ય ગેંગનો પર્દાફાસ કરવામાં આવેલા છે. અને કુલ 12 (બાર) ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે.

પકડાયેલા આરોપીઓ

  1. રાકેશ કાળુભાઇ બાંગડીયા ( ઉ.વ.20 ), ધંધો.ખેતી-મજુરી, રહે. મુળ ગામ-બડા ઇટારા, તા.જોબટ, જિ. અલીરાજપુર, થાણા-આંબવા, (મધ્યપ્રદેશ) હાલ રહે.આંબા ગામની સીમ, નિકુભાઇ પટેલની વાડીએ તા.લીલીયા જિ.અમરેલી.
  2. જાલમ તીખીયાભાઇ દેહરીયા, (ઉ.વ.35), ધંધો.ખેત, મજુરી, રહે. મુળ ગામ-હરદાસપુર, બેહડી ફળીયા, તા.બોસાદ, જિ.અલીરાજપુર, (મધ્યપ્રદેશ) હાલ રહે.આંબા ગામની સીમ, નિકુભાઇ પટેલની વાડીએ તા.લીલીયા, જિ.અમરેલી.
  3. મગન સુરતીયાભાઇ મેડા, (ઉ.વ.35), ધંધો.મજુરી, રહે. મુળ ગામ-છોટી જુવારી, તડવી ફળીયા, તા.જોંબટ, જિ.અલીરાજપુર, થાણા-કાના કાકડ, (મધ્યપ્રદેશ), હાલ રહે.મોરબી, સરતાનપુર રોડ, સોલારીઝ સીરામિક ફેકટરીમાં
  4. રોહિતભાઇ ભરતભાઇ હેરભા, (ઉ.વ.25), ધંધો.મજુરી, રહે.-સુરત, કાપોદ્રા વિસ્તાર, સત નારાયણ સોસાયટી, સત્યમ એપાર્ટમેન્ટ, ફલેટ નં.૧૮, સુરત.
  5. સોહિલ યાસીનભાઇ મલેક, (ઉ.વ.22), ધંધો.પ્રા.નોકરી, રહે.મુળ ગામ-પાંચ તલાવડા, તા.લીલીયા જિ.અમરેલી, હાલ રહે.-સુરત, નાના વરાછા ઢાળ, મદીના મસ્જીદ પાસે સુરત.
  6. સિરાજખાન મહેબુબખાન બ્લોચ, (ઉ.વ.20), ધંધો.મજુરી, રહે.મુળ ગામ-અખતરીયા, તા.ગારીયાધાર, જિ.ભાવનગર, હાલ રહે.-સુરત, કામરેજ, ડાયમંડનગર, મકાન નં.176, સુરત.
  7. હરેશભાઇ રાણાભાઇ કારડીયા, (ઉ.વ.32), ધંધો.મજુરી, રહે.ગામ-નાની વડાળ, આંબેડકર શેરી, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.
  8. ઇકબાલભાઇ અલારખભાઇ જુડેસરા, (ઉ.વ.45), ધંધો.મજુરી, રહે.શીહોર, મોધીબાની જગ્યા પાસે, ધાંચી વાડ, તા.શિહોર, જિ.ભાવનગર.
  9. અફરોજ અબ્દુલભાઇ કુરેશી, ( ઉ.વ.37), ધંધો.ડ્રાઇવિંગ રહે.-સાવરકુંડલા, જુના બસ સ્ટેન્ડ, પઠાણ ફળી, તા.સાવરકુંડલા જિ.અમરેલી.
  10. મહમદભાઇ મહેબુબભાઇ ચૌહાણ, ( ઉ.વ.33), ધંધો ચાની હોટલ, રહે.-સાવરકુંડલા, મહુવા રોડ, સાધના સોસાયટી પાછળ, નુરાનીનગર, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.
  11. રમેશ જુવાનસિંહ વસોયા, ( ઉ.વ.20), ધંધો-મજુરી, મુળ રહે.કિલાણા, ચોકીદાર ફળીયુ તા.જાંબુવા, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) થાણા-કનાજ હાલ રહે.સીમરણ, ઉમેશભાઇ ભરતભાઇ ધાધલની વાડીએ
  12. અયુબ જુમાભાઇ જાખરા, (ઉ.વ.-26), ધંધો-ડ્રાઈવીંગ, રહે.સાવરકુંડલા, સંધી ચોક, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.

પકડાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડી
પકડાયેલા આરોપીઓ મધ્યપ્રદેશની આંતર રાજ્યની કુખ્યાત ગેંગ હોય, મધ્યપ્રદેશમાંથી ગેરકાયદેસર પ્રતિબંધક પિસ્તોલ તથા જીવતા કારતૂસ હથિયારો કોઇપણ રીતે ગુજરાત રાજ્યમાં લાવતા હતા. વિવિધ જગ્યાએ ખેતરોમાં ખેત મજુરી કામ કરવાનાં બહાને રહી અન્ય આરોપીઓ સાથે મળી પિસ્તોલ તથા જીવતા કારતૂસ પોતાનાં આર્થિક ફાયદા સારૂ નજીવી કિંમતમાં ગેરકાયદેસર વગર લાઇસન્સ પાસ પરમીટ વગર અવાવરૂ જગ્યાએ બોલાવી ચોરી છુપીથી વેચી નાખતા હતા.

કબ્જે કરેલો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને સાવરકુંડલા રૂરલ પોલીસને હવાલે કરાયા
પકડાયેલ ઈસમોના કબ્જામાંથી અતિઆધુનિક (અગ્નિશસ્ત્ર હથિયાર) પીસ્ટલ નંગ-7, જે એક પિસ્તોલની કિં.રૂ. હજાર એમ સાતેય પિસ્તોલની કુલ કિં.રૂા. 1.40 લાખ તથા કુલ જીવતા કાર્ટીસ નંગ-35, જે એક કાર્ટિસની કિ. રૂ 50 લેખે, 35 કાર્ટિસની કુલ કિં.રૂ. 1750 તથા અલગ-અલગ કંપનીનાં મોબાઇલ ફોન નંગ-10, જેની કુલ કિ.રૂા.37,700 તથા ગુામાં ઉપયોગ કરેલા વાહનો જેમાં એક ઓટો રિક્ષા તથા બે મોટર સાયકલની કુલ કિ.રૂ.1,45,000 મળી કુલ મુદ્દામાલ મળી કિ.રૂા.3,24,450નાં મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. પકડાયેલા ઇસમો વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ગનો દાખલ કરાવી તમામને વધુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. આવી રીતે અમરેલી પોલીસ અધિક્ષકની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પી.એસ.આઇ. તથા એસ.ઓ.જી. ટીમને મધ્યપ્રદેશની કુખ્યાત ગેરકાયદેસર હથિયારોની હેરા-ફેરી, સપ્લાય કરતી અતિઆધુનિક (અગ્નિશસ્ત્ર હથિયારો)નાં જથ્થા સાથે આંતર-રાજ્ય ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

કુખ્યાત ગેંગ ચૂંટણી સમયે પકડાય
MPની 12 ઇસમની ગેંગને 7 પિસ્તોલ સાથે 35 ઘાતકી કાર્ટિસના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. આજે પોલીસ દ્વારા ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

હવે હથિયારાે ખરીદનારા પણ પોલીસની ઝપટે ચડશે
હથિયારાે વેચતી અા ગેંગે અમરેલી પંથકમા અનેક લાેકાેને ગેરકાયદે હથિયારાે અાપ્યા હાેવાનુ મનાય રહ્યું છે. પાેલીસ અા ગેંગને રિમાન્ડ પર લઇ અત્યાર સુધીમા તેણે કાેને કયા કયા હથિયારાે અાપ્યા તે વિગતાે જાણવા પ્રયાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો