પ્રાકૃતિક ખેતી તરફ વળવાની પ્રેરણા:નાના મુંજીયાસરના પ્રગતિશીલ ખેડૂતનો પ્રાકૃતિક ખેતી અને મુલ્યવર્ધનનો સફળ પ્રયોગ

અમરેલી3 મહિનો પહેલાલેખક: રાજુ મેસુરિયા​​​​
  • કૉપી લિંક
  • ઘઉં, અળસી, લસણ, ઇસબગુલ, ડુંગળી, મેથી સહિતના પાકોમાં મેળવ્યું સારૂં ઉત્પાદન :

વર્તમાન સમયમા મોટાભાગે ખેડૂતો રાસાયણિક ખેતી કરતા હોય છે. ત્યારે બગસરા તાલુકાના નાના મુંજીયાસર ગામના પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતી અને મુલ્યવર્ધનનો સફળ પ્રયોગ કરી પાકોનુ સારૂ ઉત્પાદન મેળવી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરણા પુરી પાડી છે.

પ્રગતિશીલ ખેડૂત પરશોતમભાઇ સતાસીયાએ જણાવ્યું હતુ કે અગાઉ રાસાયણિક ખેતીના કારણે જમીન ખુબ કઠણ થઇ ગયેલી અને વધારે પિયત આપવુ પડતુ હતુ. જમીનમા પોષક તત્વો પણ મળતા ન હતા. પાકનુ ઉત્પાદન ઘટી ગયુ હતુ. ત્યારે સુભાષ પાલેકરજીની પ્રાકૃતિક ખેતી અંગેની શિબિરમા જાણકારી મેળવી તેને અમલમા મુકી હતી. અને 2.5 વિઘામા પ્રથમ મગફળીના પાકથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને ત્રીજા વર્ષે ખાતર અને દવાનો ખર્ચ ઘટી ગયો અને ઉત્પાદન પણ સારૂ આવવા લાગ્યુ.

હાલમા પરશોતમભાઇએ મગફળી અને સોયાબીનનુ વાવેતર કર્યુ છે. તેમણે એમપણ જણાવ્યુ હતુ કે પ્રાકૃતિક ખેતી અંતર્ગત જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા અને અળસીયાથી કુદરતી જળસંચય થતો હોવાથી પહેલા 10 પિયત આપવા પડતા હતા જયારે હવે ત્રણથી ચાર પિયત આપીએ તો પુરતુ છે.

રાજ્યપાલના હસ્તે સન્માન કરાયું
પ્રગતિશીલ ખેડૂત પરશોતમભાઇ સતાસીયાએ સફળ રીતે પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા પુરી પાડી રહ્યાં છે.ત્યારે રાજયપાલ દેવવ્રત આચાર્યના હસ્તે તેમનુ સન્માન પણ કરાયુ હતુ.

25 વિઘામાં 7 લાખનો નફો થાય છે
પરશોતમભાઇએ જણાવ્યું હતુ કે રાસાયણિક ખેતીમા એક વિઘામા 36 હજારના ઉત્પાદન સામે રૂપિયા 15 હજારનો ખર્ચ થતો હતો અન 21 હજારનો નફો થતો હતો. જો કે પ્રાકૃતિક ખેતીમા 60 હજારના ઉત્પાદન સામે માત્ર 15 હજારનો ખર્ચ થયો હતો અને 45 હજારનો નફો થયો હતો. હાલ 25 વિઘામા 7 લાખનો નફો થઇ રહ્યો છે.> પરશોતમભાઇ, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...