તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:ટીંબી ગામમાં ખેતીવાડીની વીજ લાઈનો તાકીદે ઉભી કરવા 50 ખેડૂતોની રજુઆત

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોની પૂર્વ ધારાસભ્યના કાર્યાલય રજૂઆત કરી. - Divya Bhaskar
ખેડૂતોની પૂર્વ ધારાસભ્યના કાર્યાલય રજૂઆત કરી.
  • એક તરફ વીજળી નથી અને બીજી તરફ વરસાદ નથી જેથી પાક સૂકાવા લાગ્યો

જાફરાબાદ તાલુકાના ટીંબીમાં વાવાઝોડાના બે માસ બાદ પણ ખેતીવાડીનો વીજ પુરવઠો કાર્યરત થયો નથી. વરસાદ ખેંચાતા ટીંબીના ખેડૂતોએ પાક બચાવવા માટે વીજ પુરવઠો તાત્કાલિક શરૂ કરવા પીજીવીસીએલ અને પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ સોલંકીના કાર્યાલયે રજૂઆત કરી હતી. ટીંબીના ખેડૂત આગેવાન રાણાભાઇ સોલંકીએ પીજીવીસીએલના ઓફિસર અને પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ સોલંકીના કાર્યાલયે રજૂઆત કરતા જણાવ્યું હતું કે વાવાઝોડા દરમિયાન શીતળા માતાના મંદિરેથી આગળના ફીડર સુધી વિજપોલ ધરાશાય થયા છે.

પરંતુ બે માસ બાદ પણ વિજપોલ ઉભા થયા નથી. અને ખેડૂતોને લાઈટ મળી નથી. તેમજ વરસાદ દરમિયાન ખેડૂતોએ વાવેતર કરી દીધું છે. અને હવે વરસાદ ખેંચાયો છે. વીજળીના અભાવે ખેડૂતો પિયત કરી શકતા નથી. અને વીજ અધિકારીઓ જવાબ દેતા નથી. પૂર્વ ધારાસભ્યની કાર્યાલયના ચેતનભાઇ શિયાળે પીજીવીસીએલના અધિકારી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે આગામી ત્રણ દિવસમાં વિજપોલ ઉભા કરવાની કામગીરી શરૂ કરાશે. જેના માટે વીજપોલ પણ મંગાવી લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...