મતદાન જાગૃતિનો સંદેશો:રાજુલામાં મતદાન જાગૃતિ માટે છાત્રોની રેલી

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજુલામાં મતદાન જાગૃતિ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની જોડાઇ. - Divya Bhaskar
રાજુલામાં મતદાન જાગૃતિ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની જોડાઇ.
  • 150 છાત્રાઓ બેનરો સાથે મતદાન જાગૃતિ માટે સંદેશો પાઠવ્યો: રેલી શહેરના મુખ્યમાર્ગો પર ફરી

અમરેલી જિલ્લામા વિધાનસભાની ચુંટણી માટે વધુમા વધુ લોકો મતદાન કરે તે માટે વહિવટી તંત્ર દ્વારા પ્રયાસ કરવામા આવી રહ્યાં છે. ત્યારે આજરોજ રાજુલામા મહિલા કોલેજની છાત્રાઓ દ્વારા રેલી કાઢી લોકોમા મતદાન જાગૃતિ માટે સંદેશો પુરો પાડયો હતો.

રાજુલામા એચ.બી.સંઘવી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા જિલ્લા સ્વીપ નોડલ અધિકારીની સુચના અનુસાર મતદારોમા જાગૃતિ લાવવા સંદર્ભે એક રેલીનુ આયોજન કરવામા આવ્યું હતુ. અહી પ્રિન્સીપાલ ડો.રીટાબેન રાવળ અને કેમ્પસ ડાયરેકટર રવિભાઇ વ્યાસ દ્વારા રેલીનુ પ્રસ્થાન કરાવાયુ હતુ. રેલીમા મોટી સંખ્યામા છાત્રાઓ જોડાઇ હતી.

રેલી શહેરના મુખ્ય માર્ગા પર ફરી હતી. રેલીમા છાત્રાઓએ મતદાન માટે લોકોને જાગૃત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર જાગૃતિબેને તેરૈયા, જયશ્રીબેન જાની, ભગવતીબેન, બીનાબેન શેઠ, નંદિનીબેન, રૂખસારબેન સહિતે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...