સમસ્યા:વડિયામાં કાેલેજ ન હાેવાથી છાત્રાેને જેતપુર, અમરેલી, ભેંસાણ જવું પડે છે

વડીયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાેલેજ ફાળવાય તો અનેક ગામના છાત્રાેને ઘર અાંગણે અભ્યાસનાે લાભ મળી શકે
  • ભુતકાળમાં ગ્રાન્ટેડ કોલેજની સુવિધા હતી જે કોઇ કારણોસર બંધ કરાઇ છે

વડીયામા હાલ કાેલેજની સુવિધા ન હાેવાથી માેટી સંખ્યામા છાત્રાેને છેક જેતપુર, અમરેલી, ભેસાણ, ગાેંડલ સુધી અભ્યાસ કરવા માટે જવુ પડે છે. અને ભુતકાળમા ગ્રાન્ટેડ કાેલેજની સુવિધા હતી પરંતુ કાેઇ કારણાેસર બંધ કરી દેવામા અાવી છે. વડિયા તાલુકાે પાયાની સુવિધાઓ બાબતે અનેકવાર ચર્ચામાં જોવા મળે છે. રાજયના મોટાભાગના તાલુકા મથક પર ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવે છે. વડિયામાં પણ ભૂતકાળમાં ગ્રાન્ટેડ કોલેજની સુવિધાઓ હતી. જે કોઈ કારણોસર કોલેજની માન્યતા રદ કરવામાં આવતા છેલ્લા 15 વર્ષથી વડિયા ઉચ્ચ શિક્ષણની સુવિધાથી વંચિત છે.

હાલ વડિયા વિસ્તારના આસપાસના ગામડાના અને વડિયાના 300 જેટલાં વિદ્યાર્થીઓ ધોરણ 12નુ શિક્ષણ વડિયામાં મેળવી કોલેના શિક્ષણ માટે જેતપુર, ગોંડલ, દેરડી, અમરેલી, ભેસાણ સુધી જાય છે. સ્થાનિક તાલુકા મથક પર સુવિધાઓ ના હોવાથી આ વિદ્યાર્થીઓ અન્ય જગ્યાએ અભ્યાસ કરવા મજબુર બન્યા છે. અનેકવાર સરકારી કોલેજ ફાળવવા માટેની સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હતી. ત્યારે ફરી વડિયા તાલુકા કોંગ્રેસ માઇનોરિટી સેલના યુવા પ્રમુખ જુનેદ ડોડીયા દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને વિપક્ષી નેતાને પત્ર લખી માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...