હુમલો:ઘર પાસે ચાલતા નહી કહી વૃદ્ધ પર લાકડી વડે હુમલો

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 શખ્સે ઇંટના ઘા મારી ઇજા પહાેંચાડી

સાવરકુંડલા તાલુકાના ડેડકડીમા રહેતા અેક વૃધ્ધને અહી જ રહેતા બે શખ્સાેઅે ઘર પાસે ચાલવાની ના પાડી ઉશ્કેરાઇ જઇ લાકડી અને ઇંટ વડે ઇજા પહાેંચાડતા તેણે અા બારામા સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.વૃધ્ધને મારમાર્યાની અા ઘટના સાવરકુંડલાના ડેડકડીમા બની હતી.

અહી રહેતા અાંબાભાઇ ગાેપાલભાઇ દીયાેરા (ઉ.વ.65) નામના વૃધ્ધે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે પાેતાની વાડીઅેથી ઘરે અાવી રહ્યાં હતા ત્યારે ઘર પાસે ચાલતાે નહી કહી બાબુભાઇ ગાેપાલભાઇ દીયાેરા અને જયસુખ બાબુભાઇ દીયાેરા નામના શખ્સાેઅે બાેલાચાલી કરી હતી.અા બંને શખ્સાેઅે લાકડી વડે મારમાર્યાે હતાે તેમજ ઇંટના ઘા મારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...