હાલાકી:અમરેલીમાં કેરિયારાેડ નજીક 3 દિવસથી સ્ટ્રીટલાઇટ બંધ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રીના સમયે અંધારપટ થતા હાલાકી

અમરેલીમા કેરીયારાેડ નજીક શેરી નં-13 તેમજ 13-અમા પાછલા ત્રણ દિવસથી પાલિકાની સ્ટ્રીટ લાઇટ બંધ થતા રહિશાેને અગવડતા વેઠવી પડી રહી છે. ખાસ કરીને રાત્રીના સમયે અંધારપટ છવાતા અહીથી પસાર થતા રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. પાલિકા જાણે પ્રાથમિક સુવિધા પુરી પાડવામા ઉણી ઉતરી રહી હાેય તેમજ આ વિસ્તારમા પાછલા ત્રણ દિવસથી સ્ટ્રીટ લાઇટ બંધ છે. રાત્રીના સમયે અંધારપટ ફેલાઇ જતા આ વિસ્તારના રહિશાેને અહીથી પસાર થવામા હાલાકી ભાેગવવી પડી રહી છે. ત્યારે તાકિદે સ્ટ્રીટ લાઇટનુ સમારકામ કરાવી શરૂ કરવામા આવે તેવુ રહિશાે ઇચ્છી રહ્યાં છે.

અગાઉ પણ અનેક વખત આ વિસ્તારમા ત્રણ-ચાર દિવસ સુધી સ્ટ્રીટ લાઇટ બંધ થઇ જાય છે. યાેગ્ય રીતે સમારકામ કરાતુ ન હાેય આ સ્થિતિ વારંવાર જાેવા મળી રહી છે. પાલિકાના સુત્રાેઅે જણાવ્યું હતુ કે આ વિસ્તારમા કેબલ તુટી ગયાે હાેય પીજીવીસીએલમા જાણ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...