તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીપેરીંગ કામગીરી બંધ:અમરેલીમાં વાવાઝોડાથી કેબલ તૂટી જતાં 7 વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ બંધ

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • વાવાઝોડામાં 450 સ્ટ્રીટ લાઈટ બંધ થઈ હતી

અમરેલીમાં વાવાઝોડાના કારણે શહેરમાં અંજવાળા પાથરતી સ્ટ્રીટ લાઈટ પર અસર હોંચી હતી. વાવાઝોડામાં 450 જેટલી સ્ટ્રીટ લાઈટ પડી જતા નુકશાન પહોંચ્યું હતું. અત્યારે રીપેરીંગ અને નવી સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી બંધ છે. તેમજ 7 વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના વાયર તૂટી જતા અંધકાર જોવા મળે છે. અમરેલીમાં સાવરકુંડલા રોડ, ધારી રોડ અને કેરીયા રોડ સહિત શહેરભરમાં 8 હજાર જેટલી સ્ટ્રીટ લાઈટ નગરપાલિકાએ લગાવી છે. પણ વાવાઝોડામાં ભારે પવનના કારણે સ્ટ્રીટ લાઈટની સેવા તહેશનહેશ થઈ છે.

વાવાઝોડામાં ખાનગી કંપનીની 150 અને નગરપાલિકા સંચાલિત 300 સ્ટ્રીટ લાઈટ પડી ગઈ હતી. નગરપાલિકાની રોશની શાખા પેનલ પેટી શરૂ કરી 98 ટકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ કાર્યરત કરી હોવાનો દાવો કરે છે. બીજી તરફ નગરપાલિકામાં નવી સ્ટ્રીટ લાઈટ નાખવાની અને રીપેરીંગ કરવાની કામગીરી બંધ છે. માત્ર વિસ્તાર વાઇઝ સ્ટ્રીટ લાઈટ શરૂ કરાઇ રહી છે. શહેરના ગણેશ સોસાયટી, કોસ્ટલ સોસાયટી, પટેલનગર પાછળ, બટારવાડી સુનારવાડ, કેરીયા રોડ જેટકોટ, મોટા બસ સ્ટેન્ડ ગોપી સિનેમા રોડ અને લાઠી રોડ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના વાયર તૂટી જતા સ્ટ્રીટ લાઈટની સેવા ઠપ્પ છે.

સોમવારથી સ્ટ્રીટ લાઈટ રીપેરીંગની કામગીરી શરૂ
નગરપાલિકા રોશની શાખાના સ્ટ્રીટ લાઈટ સુપરવાઈઝર ભુપતભાઇ રાધનપરાએ જણાવ્યું હતું કે શહેરમાં સોમવારથી રીપેરીંગની કામગીરી શરૂ કરાશે. તેમજ 15 દિવસમાં નવી સ્ટ્રીટ લાઈટ નાખી દેવામાં આવશે. જે વિસ્તારમાં જીઈબીના વાયર તૂટેલા છે. ત્યા રીપેરીંગ કાર્ય શરૂ છે.

અન્ય સમાચારો પણ છે...