તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શિયાળો વિદાય લે તે દિવસો હવે દૂર નથી. હાલમાં કડકડતી ઠંડી પણ નથી પડી રહી નથી. તેવા સમયે આજે વહેલી સવારથી જ અમરેલી પંથકમાં આકાશ ગાઢ ધુમ્મસથી છવાઈ ગયું હતું. સવારના દસેક વાગ્યા આસપાસ ધુમ્મસનું આવરણ દૂર થયું હતું. જ્યારે બીજી તરફ બપોરના સમયે આકરો તાપ અનુભવાતો હતો. આમ એક જ દિવસમાં આ વિસ્તારમાં મોસમનો વિચિત્ર મિજાજ જોવા મળ્યો હતો.
શિયાળાના અંતિમ ચરણમાં અમરેલી પંથકમાં બેવડી મોસમ અનુભવાઇ રહી છે. હાલમાં કડકડતી ઠંડીનું કોઈ મોજુ નથી. વહેલી સવારે ઠંડીનો ચમકારો જરૂર હોય છે. ચાલુ શિયાળામાં સવારમાં ધુમ્મસ છવાયું હોય તેવા દિવસો ઓછા જોવા મળ્યા હતા. પરંતુ આજે અમરેલી પંથકમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. સૂર્યોદયનો સમય થયો તે વખતે તો સમગ્ર શહેર ઝાકળના આવરણમાં લપેટાઈ ગયું હતું.
સવારના સમયે બે કલાક માટે તો વિઝિબિલિટી ઓછી જોવા મળી હતી. જેના કારણે જુદા જુદા હાઇવે પર વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો. અમરેલી શહેરમાં પણ ઝાકળના કારણે સવારના સમયે જનજીવન પર અસર પડી હતી. સવારના સમયે અહીં ન્યુનત્તમ તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું હતું. જેમ જેમ દિવસ ચઢતો ગયો તેમ તેમ ધુમ્મસનું આવરણ હળવું થતું ગયું હતું. અને છેક દસ વાગ્યે સૂર્યનારાયણના દર્શન થયા હતા. હાલમાં રવિ પાકની સીઝન છે અને આંબામાં કેરીનો પાક પણ બેઠો છે તેવા સમયે આ બેવડી ઋતુ રવિ પાક અને કેરી પાક પર પણ પોતાની અસર છોડશે.
જો કે બપોર થતાં જ ચિત્ર બદલાયું હતું અને આકરો તાપ અનુભવાતો હતો. અમરેલી શહેરમાં બપોરનું મહત્તમ તાપમાન 30 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે હવામા ભેજનું પ્રમાણ 68 ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ 3.2 કીમીની રહી હતી. આવનારા દિવસોમાં ઠંડીનું પ્રમાણ ક્રમશઃ ઘટતુ જશે.
લાઠી શહેરમાં પણ મોડે સુધી જનજીવન પ્રભાવિત
આજે લાઠી પંથકમાં પણ સવારથી જ ધરતીએ જાણે ઝાકળની ચાદર ઓઢી લીધી હતી. જેના પગલે શહેરનું જનજીવન પ્રભાવિત થયું હતું. મોડેથી દિવસ ચઢ્યા બાદ જનજીવન ધબકતું થયું હતું.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.