મુલાકાત:રાજુલાની સરકારી હોસ્પિટલની કથાકાર રમેશભાઈ ઓઝાએ મુલાકાત લીધી, કોરોના કાળમાં ડૉક્ટર્સે કરેલી કામગીરીની પ્રશંસા કરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કથાકાર રમેશભાઈ ઓઝા તેમના વતન જન્મ સ્થળ દેવકા ગામ આવ્યાં છે
  • કોરોના કાળમાં રાજુલા પંથકના સતત સંપર્કમાં હતા

અમરેલી જિલ્લામાં કોરોના કાળ દરમિયાન હાહાકાર મચ્યો હતો. કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલમાં અફડા-તફડીનો માહોલ હતો. આ સ્થિતિ વચ્ચે ડૉકટર્સે કરેલી સારી કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે. ત્યારે 2 દિવસથી કથાકાર રમેશભાઈ ઓઝા તેમના વતન જન્મ સ્થળ દેવકા ગામ આવ્યાં છે. તે દરમિયાન આજે બુધવારે રમેશભાઈ ઓઝાએ રાજુલા સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

કથાકાર રમેશભાઈ ઓઝાએ સમગ્ર હોસ્પિટલમાં વિવિધ વોર્ડની મુલાકાત કર્યા બાદ ડૉક્ટર્સ સાથે ચર્ચાઓ કરી કોરોના કાળ દરમિયાન ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પટાવાળા સહિત તમામે કોરોના વોરિયર્સની ભૂમિકા નિભાવી કરેલી કામગીરીની કથાકાર રમેશભાઈ ઓઝાએ પ્રશંસા કરી હતી.

કથાકાર રમેશભાઈ ઓઝા રાજુલા તાલુકાના વતની હોવાને કારણે કોરોના કાળ દરમિયાન રાજુલા પંથકમાં સેવાકીય સંસ્થાઓ અને સેવાભાવી લોકો સાથે મદદ માટેની કામગીરી કરતા હતા. તેનો સતત સંપર્ક કરી દર્દીઓની કેવી સ્થિતિ છે તેમજ લોકોને સારવાર મળે છે કે કેમ સહિત સતત માહિતી મેળવી ચિંતા કરતા હતા. થોડા દિવસ પહેલા દેવકા ગામમાં લોકોને આરોગ્ય સેવા મળી રહે તે માટે એક એમ્બ્યુલન્સ પણ ફાળવી છે. હાલ કથાકાર રમેશભાઈ ઓઝાની મૂલાકાતથી હોસ્પિટલમાં તબીબોને પણ પ્રોત્સાહન મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...