વતનની વ્હારે ભાઈશ્રી:કથાકાર રમેશ ઓઝા વતન દેવકામાં પહોંચ્યા, વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા લોકોને જરુરી મદદ કરી

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાઉ-તે વાવાઝોડા બાદ અમરેલી જિલ્લામા રાજુલા વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ હતી.રાજુલા તાલુકાના દેવકા ગામના વતની કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા વતનના વ્હારે આવ્યા હતા. પોરબંદર સાંદિપની આશ્રમથી 2 દિવસ તેમના આસપાસના ગામડાનો પ્રવાસ કર્યો અનેક પરિવારો ને મળ્યા હતા તેંમના સેવકો સાથે ગામડે ગામડે ફરી લોકોના નુકસાન અંગે માહિતી મેળવી અને ફૂડ પેકેટ વિતરણ કર્યા હતા.

રાજુલાના દેવકા, કુંભારીયા આસપાસના ગામડાઓની મુલાકાત લઈ ભાઈશ્રીએ અહીં વસતા લોકો સાથે વાતચીત કરી હતી. લોકોએ પણ વાવાઝોડા સમયે અનુભવેલી આપવીતી જણાવી હતી.ભાઈશ્રી દ્વારા અહીં વસતા લોકોને જરુરી મદદ પૂરી પાડી હતી.

મારો વિસ્તાર આવી રીતે મેં ક્યારેય જોયો ન હતો - રમેશભાઈ ઓઝાદિવ્યભાસ્કર દ્વારા કથાકાર રમેશભાઈ ઓઝા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, આવી કુદરતી આફત આપણા વિસ્તારમાં ક્યારેય જોઈ નથી. આપણે વૃક્ષ પણ ફરી વાવવા પડશે. જ્યારે હું ગામડામાં ફર્યા ત્યારે લોકોમાં ફરી ઉભા થવાની અંદરથી ભાવના પણ મેં જોઈ છે. દેવકા વિદ્યાપીઠ દ્વારા કીટ વિતરણ હજુ શરૂ જ રહેશે આ સમયમાં સૌએ પોતાનો વિસ્તાર સંભાળી લેવો જોઈએ અનેક ગરીબ પરિવારના નળીયા ઉડી ગયા છે. આ ઉપરાંત ભાઈશ્રીએ કહ્યું હતું કે, આ વિસ્તારમાં કોવિજડ માટે 50 લાખ જેટલી રકમનો ખર્ચ કરીશું. આ મહામારીમાં આપણે એકલા નહીં પહોંચી શકીએ, આપણાથી જેટલી મદદ થાય તેટલી કરીશું. સાથે કહ્યું હતું કે, કોરોના હજી ગયો નથી આપણે સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...