રજુઆત:રાજુલા-ખાંભા-જાફરાબાદમાં વીજ ટ્રાન્સફોર્મરમાં થતી ગોલમાલને રોકો

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બળી ગયેલા વીજ ટ્રાન્સફોર્મર વારંવાર મુકાતા ખેડૂતોમાં રોષ
  • સ્થાનિક આગેવાન દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી

રાજુલા જાફરાબાદ અને ખાંભા તાલુકામા ખેતીવાડીમા વિજ ટ્રાન્સફોર્મર મુકવામા થતી ગોલમાલ અંગે સ્થાનિક આગેવાન દ્વારા વિજ કંપનીના ઉચ્ચ અધિકારીને રજુઆત કરવામા આવી હતી.અહીના આગેવાન જીજ્ઞેશભાઇ પટેલે કરેલી રજુઆતમા જણાવાયું હતુ કે રાજુલા જાફરાબાદ અને ખાંભા તાલુકામા તારીખ 17/5/21ના રોજ વાવાઝોડામા ક્ષતિગ્રસ્ત થયેલ ખેતીવાડીના વિજ ટ્રાન્સફોર્મર મુકવામા સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા ખેડૂતોને હેરાન કરવામા આવી રહ્યાં છે. બળી ગયેલા વિજ ટ્રાન્સફોર્મર વારંવાર મુકી દેવામા આવે છે.

ખેડૂતો ફરિયાદ કરે તો ફરી વિજ ટ્રાન્સફોર્મરને બદલીને અન્ય ક્ષતિગ્રસ્ત ટીસી મુકી ખેડૂતોને હેરાન કરવામા આવી રહ્યાં છે. વારંવાર વાહન લઇને ખેડૂતોના ખેતરમા ટીસી બદલવા આવતા હોવાથી ખેડૂતોના ખેતરમા ઉભેલા પાકને પણ નુકશાન થઇ રહ્યું છે. વારંવાર વિજ ટ્રાન્સફોર્મર બદલવાથી વિજ કંપનીને પણ નુકશાન થઇ રહ્યું છે. ખેડૂતેા દ્વારા પણ આ અંગે રજુઆત કરાઇ હતી. આમ, વારંવાર ટીસી બદલાવતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...