તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:તંત્રને મજુરો ન મળતા 6 કેન્દ્રમાં ટેકાની ખરીદી બંધ

અમરેલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 53009 ખેડૂતોના રજીસ્ટ્રેશનની સામે માત્ર 9466 ખેડૂતોના ચણાની ખરીદી : કોરોનામાં ખરીદી બંધ કર્યા બાદ હવે મજુરો મળતા નથી

અમરેલી જિલ્લામાં 9 કેન્દ્ર પર ટેકાના ભાવે ચણા ખરીદી શરૂ કરવામાં આવી હતી. પણ કોરોનાની બીજી લહેરમાં કેસ વધતા તમામ સેન્ટર પર ખરીદી બંધ કરવામાં આવી હતી. જે બાદ 1 જૂનથી ટેકાની ખરીદી તંત્રએ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. પણ તંત્રને ટેકાના ચણાની ખરીદી માટે મજુરો મળતા ન હોવાથી 6 કેન્દ્ર પર બંધ પડ્યા છે. જેના કારણે મોટા ભાગના ખેડૂતો ચણા ખુલ્લા બજારમાં વેચી રહ્યા છે.

જિલ્લામાં 9 કેન્દ્ર પર સરકારના ટેકાના ભાવે ચણા ખરીદીમાં 53009 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ખરીદી ધીમીગતિએ હોવાથી મોટા ભાગના ખેડૂતોએ ચણા નીચા ભાવે ખુલ્લા બજારમાં વેચી દીધા હતા. જે બાદ અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું હતું. અને જિલ્લા વહીવટી તંત્રએ તમામ માર્કેટીંગયાર્ડ અને ઘઉં અને ચણામાં ચાલતી ટેકાની ખરીદી બંધ કરવાના આદેશ કર્યા હતા. જિલ્લામાં 1 જૂનથી ટેકાના ચણાની ખરીદી 9 સેન્ટર પર શરૂ કરવાનો પુરવઠા નિગમે દાવો કર્યો હતો.

કોરોનામાં ખરીદી બંધ થતા ટેકાના સેન્ટર ખાતે ખરીદી કરતા મજુરો અન્ય જગ્યાએ મજુરીમાં જોડાયા હતા. અને હવે તંત્રને મજુરો મળતા ન હોવાથી 6 સેન્ટર પર ખરીદી બંધ પડી છે. જિલ્લામાં 1 જુનના રોજ બાબરા અને બગસરા ખાતે માત્ર ટેકાની ખરીદી શરૂ થઈ શકી છે. તેમજ આજથી ખાંભા સેન્ટર પર ખરીદી શરૂ કરવામાં આવી છે.

જિલ્લામાં 53009 રજીસ્ટ્રેશનની સામે અત્યાર સુધીમાં માત્ર 9466 ખેડૂતોના 91834 કવીન્ટલ ચણા ખરીદવામાં આવ્યા છે. એક તો તાજેતરના વાવાઝોડામાં અમરેલી જિલ્લાના ખેડૂતોને મોટો ફટકો પડયો છે અને હવે બીજી તરફ ટેકાની ખરીદીનો પણ કોઈ વિશેષ લાભ મળી રહ્યો નથી.

સરકારની માત્ર 50 મણ ખરીદીથી મોટાભાગના ખેડૂતોએ ચણા ખુલ્લા બજારમાં વેંચી દીધા
રજીસ્ટ્રેશન સમયે ખેડૂતોને કેટલા ચણા ખરીદી થશે તેની જાણ ન હતી. જે બાદ ખરીદી સમયે સરકારે માત્ર 50 મણ ચણા ખરીદવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે ખેડૂતો 50 મણ ચણામાં અન્ય કોઈ જફામાં પડવા ન માંગતા હતા. અને મોટા ભાગના ખેડૂતોએ ચણા ખુલ્લા બજારમાં પધરાવી દીધા હતા.

ક્યાં સેન્ટર પર ખરીદી બંધ ?
અમરેલી જિલ્લાના નવ ખરીદ કેન્દ્રો પૈકી છ ખરીદ કેન્દ્રો પર ટેકાની ખરીદી બંધ છે. અમરેલી, લાઠી, ધારી, ટીંબી, સાવરકુંડલા અને રાજુલા સેન્ટર પર ખરીદી અત્યારે બંધ છે.

ક્યાં સેન્ટર પર કેટલા ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું?

તાલુકારજીસ્ટ્રેશનખરીદી
અમરેલી6504894
બાબરા80711002
લાઠી2581911
ધારી5867520
ટીંબી22191338
કુંડલા80211036
ખાંભા54911203
રાજુલા34031256
બગસરા108521306

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...