નિર્ણય:કોટડાપીઠા ઉંટવડ વચ્ચે સ્ટોન કવોરી ઉદ્યોગ અચૌક્કસ મુદ્દત માટે બંધ

કોટડાપીઠા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ ખાતે બેઠકમાં સ્ટોન કવોરી ઉદ્યોગના પડતર પ્રશ્નો અંગે નિર્ણય કરાયો

બાબરા તાલુકાના કોટડાપીઠા ઉંટવડ વચ્ચે અનેક કવોરી સ્ટોન ઉદ્યોગ કાર્યરત છે. સ્ટોન કવોરીના અનેક પ્રશ્નો પડતર હોવાથી ગુજરાત કવોરી એસો અમદાવાદ ખાતે મળેલી બેઠકમા આ ઉદ્યોગ અચૌક્કસ મુદત સુધી બંધ રાખવા નિર્ણય લેવાયો હતો. ગુજરાત કવોરી એસોની અમદાવાદ ખાતે મળેલી પ્રમુખ, કારોબારી સભ્યો અને પ્રતિનિધિઓની બેઠકમા કવોરી સ્ટોનના પ્રશ્નો અંગે કોઇ ઉકેલ આવ્યો ન હોય જેથી સ્ટોન કવોરી માલિકોએ તારીખ 1ના રોજથી કવોરી ઉદ્યોગ બંધ રાખવા નિર્ણય લેવાયો હતો.

આ વિસ્તારમા પણ કવોરી સ્ટોન માલિકોએ ટેકો આપતા અચૌક્કસ મુદત માટે આ વિસ્તારના તમામ કવોરી ઉદ્યોગ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ પ્રશ્ને જિલ્લા કવોરી ઉદ્યોગના પ્રમુખ મહેશભાઇ ભાયાણીએ જણાવ્યું હતુ કે આ પ્રશ્નોના સકારાત્મક ઉકેલ લાવવામા આવે તેવી માંગણી કરી હતી. કવોરી ઉદ્યોગ બંધ થતા હાલ ટ્રક, ટ્રેકટરો તેમજ શ્રમજીવીઓને રોજીરોટી મેળવવુ મુશ્કેલ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...