ફરિયાદ:વાડીના રસ્તે નીકળવા મુદ્દે મહિલા પર પથ્થર વડે હુમલો

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે શખ્સે મારી નાખવાની ધમકી આપી

ધારી તાલુકાના માધુપુરમા રહેતા એક દંપતિ બાઇક લઇને પોતાની વાડીએ જઇ રહ્યાં હતા ત્યારે રસ્તામા બે શખ્સોએ તેને અટકાવી આ રસ્તેથી નીકળવાની ના પાડી પથ્થર વડે મહિલાને ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા આ બારામા ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.

અહી રહેતા જયસુખભાઇ રણછોડભાઇ સભાયા (ઉ.વ.57) નામના આધેડે ધારી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ સવારના સાડા આઠેક વાગ્યે બાઇક પર તેના પત્નીને બેસાડી વાડીએ જઇ રહ્યાં હતા. ત્યારે રસ્તામા જીણુ નાનાભાઇ વાળા અને તેનો દીકરી રવિ બંને ખેતર પાસે તેમને ઉભા રરાખી આ રસ્તેથી ચાલવુ નહી કહી બોલાચાલી કરી હતી.

બાદમા બંનેએ ઉશ્કેરાઇ જઇ પથ્થરના ઘા વડે વિમળાબેનને ઇજા પહોંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બંને શખ્સોએ અવારનવાર અહીથી પસાર થતા લોકોને ધમકાવે છે.

અન્ય સમાચારો પણ છે...