તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:આજથી ધો. 10-12ની પરીક્ષા : પરીક્ષા ખંડમાં 30ને બદલે 20 છાત્ર જ બેસશે

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અમરેલી જિલ્લામાં 19 કેન્દ્ર પર ધો.10 અને 12 રીપીટરોની પરીક્ષાનું આયોજન
  • 800 શિક્ષકોને ફરજ સોંપાઈ : પરીક્ષા કેન્દ્રને સેનેટાઇઝ કરવામાં આવશે

અમરેલી જિલ્લામાં આવતીકાલથી 19 કેન્દ્રો પર ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. શિક્ષણ વિભાગે પરીક્ષા લેવા માટે 800 જેટલા શિક્ષકોને ફરજ સોંપી છે. પરીક્ષા કેન્દ્ર પર કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા પણ શિક્ષણ વિભાગે કેન્દ્રના સંચાલકને સુચના આપી છે.

અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી એમ.જી પ્રજાપતિએ જણાવ્યું હતું કે આવતીકાલથી ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4825 વિદ્યાર્થી માટે 1, વિજ્ઞાન પ્રવાહના 587 છાત્રો માટે 1 અને ધોરણ 10ના 9552 રીપીટર વિદ્યાર્થીઓ માટે 17 કેન્દ્ર પર પરીક્ષા યોજાશે. બોર્ડની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષા દરમિયાન અમરેલી અને સાવરકુંડલા ઝોનમાં મળી 800 શિક્ષકોને ફરજ સોંપવામાં આવી છે.

જિલ્લા શિક્ષણ અધિકારીએ કોરોના ગાઈડલાઈન વિષે જણાવ્યું હતું કે દરરોજ પરીક્ષા કેન્દ્રના બિલ્ડિંગને સેનેટાઈઝર કરાશે. એક બ્લોકની અંદર 30ની જગ્યાએ 20 છાત્રોની બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે. જે બાદ તેમને પરીક્ષાખંડમાં પ્રવેશ મળશે. જે વિદ્યાર્થી પાસે માસ્ક ન હોય તેમને કેન્દ્ર ઉપર માસ્ક આપવામાં આવશે. પણ પરીક્ષા દરમિયાન કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...