પરીક્ષાનું આયોજન:ધો. 10 અને 12ની પરીક્ષાની મુંઝવણ દુર કરવા 17 શિક્ષકોની નિમણૂંક કરાઇ

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાલી અને વિદ્યાર્થીઓનું ટેલીફોનિક કાઉન્સેલીંગ કરાશે: 28 માર્ચથી પરીક્ષાનો પ્રારંભ થશે

અમરેલી જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની મુંઝવણ દુર કરવા માટે શિક્ષણ વિભાગે 17 શિક્ષકોની નિમણૂંક કરી છે. અહી પરીક્ષાર્થીઓનું ટેલીફોનિક કાઉન્સેલીંગ કરાશે. વાલીઓ અને વિદ્યાર્થીઓ પરીક્ષા લક્ષી પરીક્ષા અંગે મુંઝવતા પ્રશ્ન અંગે માર્ગદર્શન આ શિક્ષકો પાસેથી મેળવી શકશે.

મળતી વિગત મુજબ, 28 માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આરંભ થવા જઈ રહ્યો છે. અમરેલી જિલ્લામાં 37332 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષાને લઈને કોઈ પણ મુંઝવણ હોય તો તે હવે શિક્ષણ વિભાગ દુર કરશે. અમરેલી જિલ્લા શિક્ષણાધીકારી એમ.જી. પ્રજાપતિએ પરીક્ષાર્થીઓ અને વાલીઓનું કાઉન્સેલીંગ કરવા માટે અરમેલીમાં 3, લાઠીમાં 1, વડીયામાં 1, જાફરાબાદમાં 1, સાવરકુંડલામાં 1, બાબરામાં 1, ધારીમાં 1, ખાંભામાં 1, લીલીયામાં 1, રાજુલામાં 4 અને બગસરા તાલુકામાં 1 શિક્ષકની નિમણૂંક કરી છે.

પરીક્ષાર્થીઓ અને વાલીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં મુંઝવતા પ્રશ્ન અંગે અમરેલી શિક્ષણ કચેરીના લતાબેન ઉપાધ્યાય, અમરેલીમાં સી.પી. ગોંડલિયા, જયેશભાઈ ગોંડલિયા, લાઠીમાં પી.યુ. તેરૈયા, વડીયામાં કિરીટભાઈ જોટવા, જાફરાબાદમાં વી.બી. અગ્રાવત, સાવરકુંડલામાં સોનલબેન મશરૂ, બાબરામાં ભાવનાબેન પટેલ, ધારીમાં પી.ડી. પટાટ, ખાંભામાં ધર્મેન્દ્રભાઈ કનાળા, લીલીયામાં હસમુખભાઈ કરડ, રાજુલામાં અનિલભાઈ પરમાર, ડી.એમ. મોદી, અલ્પેશભાઈ હીરપરા, આર.એમ. મકવાણા અને બગસરામાં સચિનભાઈ પંડયાનો સંપર્ક કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...