અગલે બરસ તું જલ્દી આ:અમરેલીમાં આજે ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ભગવાન ગણેશજીની પ્રતીમાનું વિસર્જન કરાયું

અમરેલી20 દિવસ પહેલા
  • નદી અને તળાવો પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વિસર્જન માટે પહોંચ્યા

આ વર્ષે કોરોના કાબૂમાં હોવાથી દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. આજે ગણેશોત્સવનો અંતિમ દિવસ હોવાથી ભક્તોએ અગલે બરસ તું જલ્દી આના નાદ સાથે ભગવાન ગણેશજીની પ્રતીમાનું વિસર્જન કર્યું હતું. નદી, તળાવ અને દરિયાકાંઠે ભક્તો વિસર્જન માટે પહોંચ્યા હતા.

અમરેલી,બાબરા,લાઠી,સાવરકુંડલા, લીલીયા,વડીયા,ધારી, બગસરા,રાજુલા,જાફરાબાદ, ખાંભા સહિત મોટાભાગના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આજે ગણેશ પ્રતિમાનુ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. 10 દિવસ સુધી ગણેશજી ની આરતી પૂજા અર્ચના કરવામાં આવી હતી અંતિમ દિવસે બાપા મોરીયાના નાદ સાથે વિદાય આપી છે.

અમરેલી જિલ્લામાં ઠેબી ડેમ,શેત્રુંજી નદી, તળાવો અને રાજુલા જાફરાબાદ પંથકના દરિયા કાંઠે વિસર્જન કરવામા આવી રહ્યું છે. અલગ અલગ વિસ્તારના ડેમો નદી વિવિધ જળાશયો વિસ્તારમાં આજે વિસર્જન જોવા મળી રહ્યા છે. તો કેટલાક વિસ્તારમાં કુંડ બનાવવામાં આવ્યા છે અને લોકો વાજતે ગાજતે ગણેશ પ્રતિમાનું નું વિસર્જન કરી રહ્યા છે સૌવથી વધારે બપોર બાદ સાંજના સમયે દરિયા કાંઠે વિસર્જન વધુ જોવા મળશે જેના કારણે પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવી પેટ્રોલિંગ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...