અમરેલી ખાતે આજે બે દિવસ ચાલનારી રાજયકક્ષાની અંડર-14 ખોખો સ્પર્ધાનો આરંભ થયો હતો. જેમા 300થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યાં છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને અમરેલી જિલ્લા રમત ગમત કચેરીના સંયુકત ઉપક્રમે અહીના જેશીંગપરામા તુન્ની વિદ્યાલય ખાતે આ સ્પર્ધા યોજાઇ રહી છે.
પુરૂષ અને મહિલા વિભાગની અંડર-14 ખોખોની સ્પર્ધામા રાજયભરમાથી ખેલાડીઓ ભાગ લઇ રહ્યાં છે. ભાઇઓમા સૌરાષ્ટ્ર ઝોનમા અમરેલી, કચ્છ પુર્વ ઝોનમા પંચમહાલ આણંદ, ઉતર ઝોનમા બનાસકાંઠા પાટણ, દક્ષિણ ઝોનમા ડાંગ અને ભરૂચની ટીમ ભાગ લઇ રહી છે. જયારે મહિલા વિભાગમા સૌરાષ્ટ્ર ઝોનમા મોરબી ભાવનગર, પુર્વ ઝોનમા પંચમહાલ છોટાઉદેપુર, ઉતર ઝોનમા પાટણ અમદાવાદ રૂરલ અને દક્ષિણ ઝોનમા તાપી અને ડાંગની ટીમો ભાગ લઇ રહી છે.
24મી સુધી લીગ પધ્ધતિથી ચાલનારી આ ટુર્નામેન્ટમા વિજેતા ત્રણ ટીમોને સરકાર દ્વારા મેડલ, પ્રમાણપત્ર અને ટ્રેકશુટ અપાશે. ખેલાડીઓ, કોચ અને અધિકારીઓ સહિત 300થી વધુ લોકો અહી ઉપસ્થિત છે. નોડલ અધિકારી રાહુલ સાગઠીયા અને સહાયક નોડલ જીગર રાઠવા સુપરવિઝન કરી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.