અકસ્માતનો ભય:દામનગરમાં સ્ટેટ હાઈવે બિસ્માર હાલતમાં, રાહદારીઓને હાલાકી

દામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દામનગરમાં સ્ટેટ હાઈવે બિસ્માર બન્યો છે. અહીથી પસાર થતા રાહદારીઓને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રસ્તામાં ખાડાના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તંત્ર તાત્કાલીક માર્ગનું સમારકામ કરે તેવી લોક માંગણી ઉઠી છે.

દામનગર પંથકમાં ચોમાસાની સીઝનમાં રસ્તાની સ્થિતિ કથળી રહી છે. જ્યારે ગાંધીનગરથી કોઈ નેતા અહી આવતા હોય ત્યારે તંત્ર બિસ્માર માર્ગોને તાત્કાલીક રીપેર કરી નાખે છે. પણ દામનગરમાં સ્ટેટ હાઈવે ખાડામાં રૂપાંતરીત થયો છે. લોકોને અનેક અગવડનો સામનો કરવો પડે છે. પણ તંત્ર રીપેર કરવાનું કામ કરતુ જ નથી. હવે તો વાહન ચાલકો અને રાહદારીઓની ધીરજ પણ ખુટી છે. સ્ટેટ હાઈવે પર રહેલા ખાડાથી વાહન ચાલકો માથે મોત મંડરાઇ રહ્યું છે. અહી ખાડામાં વરસાદી પાણી પણ ભરાયેલા રહે છે. જેના કારણે રાહદારી પણ રસ્તા પરથી પસાર થઈ શકતા નથી. હવે ક્યારે તંત્ર જાગશે અને દામનગરના સ્ટેટ હાઈવેનું સમારકામ કરશે તેવો પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...