અમરેલી કૉંગ્રેસમાં ગાબડું:પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મંત્રી બાબુ રામે પાર્ટીના તમામ હોદા પરથી રાજીનામું આપ્યું, આવતીકાલે ભાજપમાં જોડાશે

અમરેલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તેની વચ્ચે અમરેલી કૉંગ્રેસને ઝટકો લાગ્યો છે. આહીર સમાજના અગ્રણી અને પ્રદેશ કૉંગ્રેસ મંત્રી બાબુ રામે પાર્ટીના તમામ હોદા પરથી રાજીનામું આપી દીધું છે. બાબુ રામ આવતીકાલે પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.

અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા તાલુકાના ભેરાઈ ગામના વતની રાજુલા-જાફરાબાદ આહીર સમાજ અગ્રણી અને સારું એવું પ્રભુત્વ ધરાવતા હતા આ અગ્રણી છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષથી નારાજ હોવાને કારણે ગઈકાલે આહીર સમાજની બેઠક બોલાવી સમાજની મંજૂરી લીધા બાદ રાજીનામુ ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. બાબુ રામ 2012માં વિધાન સભા ચૂંટણી પણ લડી ચુક્યા છે સમગ્ર કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ઉધોગપતિ તરીકે પણ ઓળખાય છે.આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરેલી આવી રહ્યા છે ત્યારે બાબુ રામ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.

કોંગ્રેસ પક્ષના તમામ હોદા ઉપરથી રાજીનામુ ધરી દીધુ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી બાબુ રામ કોંગ્રેસના તમામ હોદા ઉપરથી રાજીનામુ આપી દીધું છે. પત્ર મારફતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામુ ધરી દીધું છે. જેમાં પત્રમાં ઉલ્લેખ કર્યો છે હું કોંગ્રેસ પાર્ટી સાથે નિષ્ઠાપૂર્વક અને ઇમાનદારી સાથે છેલ્લા ઘણા વર્ષોથી જોડાયેલો હતો. પાર્ટી દ્વારા 2021માં વિધાનસભા ચૂંટણીમાં મને ટિકિટ આપી હતી આજ સુધી ઘણું બધું આપ્યું છે હું પાર્ટીનો ઋણી છું. જ્યારે મારી સાથે અને મારા વિસ્તારમાં મારા આગેવાનો સાથે રાજકીય અન્યાયને ધ્યાને લઇ હું પાર્ટી માંથી રાજીનામુ આપું છું. આ રીતે તેમની વ્યથા પણ આ પત્રમાં લખી છે.

અન્ય સમાચારો પણ છે...