માંગણી:રાજુલામાં બંધ પડેલ રેલવે સ્ટેશન શરૂ કરી નિયમીત પણે ટ્રેન ચલાવો

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મુંબઇ જવા માટે લોકોને ખાનગી વાહનનો સહારો લેવો પડે છે
  • ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની કેન્દ્રીયમંત્રીને રજૂઆત

રાજુલામાં વર્ષોથી રેલવે સ્ટેશન બંધ હાલતમાં છે. અહી ટ્રેન વ્યવહાર શરૂ નથી. રાજુલામાં બંધ પડેલ રેલવે સ્ટેશન શરૂ કરી અહી મુંબઈ, સુરત અને અમદાવાદનો ટ્રેન વ્યવહાર શરૂ કરવા ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીયમંત્રી પરસોતમ રૂપાલાને રજૂઆત કરી હતી. રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરાએ જણાવ્યું હતું કે રાજુલા વસતિ, વિસ્તાર અને ઔદ્યોગિક ક્ષેત્રે વિકસીત છે. વર્ષોથી શહેરમાં રેલવે સ્ટેશન બંધ છે. બાજુમાં આવેલ પીપાવાવ પોર્ટ ખાતે માલગાડી શરૂ છે.

પણ રાજુલામાં એક પણ પેસેન્જર ટ્રેન આવતી નથી. શહેરમાં જૂનુ રેલવે સ્ટેશન શરૂ કરી મુંબઈ, અમદાવાદ અને સુરતનો કાયમી ટ્રેન વ્યવહાર શરૂ કરવા માંગણી છે.બીજી તરફ અત્યારે મહુવા- બાંદ્રા ટ્રેન અઠવાડીયામાં બે દિવસ ચાલૂ છે. તેને પણ કાયમી દોડાવામાં આવે તો શહેરના વેપારી અને પરપ્રાંતિય મજુરોને મુસાફરી માટે ફાયદો થશે. અત્યારે લોકોને મુંબઈ જવું હોય તો ખાનગી વાહનોમાં તગડા ભાડા ચુકવી મુસાફરી કરવી પડે છે. આવા સમયે રાજુલાના રેલવેના પ્રશ્નો હલ કરવ ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય મંત્રી પાસે માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...