રજુઆત:વડિયાથી સુરત રૂટની એસટી બસ શરૂ કરો, લોકોને હાલાકી

વડીયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકો નાછૂટકે બમણા પૈસા ચૂકવી ખાનગી બસમાં મુસાફરી કરે છે
  • તાલુકા ભાજપ મહામંત્રીની નાયબ મુખ્ય દંડકને રજુઆત

વડીયાથી સુરત જવા માટે એસટી બસની સુવિધા નથી. ત્યારે વડીયા કુંકાવાવ તાલુકા ભાજપ મહામંત્રી દ્વારા આ પ્રશ્ને નાયબ મુખ્ય દંડકને રજુઆત કરવામા આવી છે. વડિયા કુંકાવાવ તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર દ્વારા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાને પત્ર પાઠવી કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે વડિયા તેમજ તાલુકાના મોટી સંખ્યામાં લોકો સુરત ખાતે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ત્યારે વડિયાથી સુરત એસટી બસ શરૂ થાય તો ઘણા બધા લોકોને ઉપયોગી થાય તેમ છે. અને એસટી બસમાં સલામતી મુસાફરી સાથે ખર્ચ પણ ઓછો થાય તેમ છે.

વડિયાથી સુરત એસટી બસ શરૂ કરવામાં આવે તો વડિયા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ બસ લોકોને લાભ દાયક થશે. વડિયા તાલુકા મથક હોવા છતાં આજદિન સુધી સુરત જવા માટે એક પણ એસટી બસની સુવિધા ઉપલબ્ધ નથી. આ વિસ્તારના લોકોને સુરત જવા માટે નાછુટકે ખાનગી બસમા વધુ ભાડુ ચુકવીને મુસાફરી કરવી પડી રહી છે. ત્યારે આ પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેવી માંગ કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...