તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:અમરેલીમાં શાળા - કોલેજ શરૂ થતા હવે ગ્રામ્ય બસ રૂટ શરૂ કરો

અમરેલી25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અપડાઉન કરતા વિદ્યાર્થીઓને અવારનવાર મુશ્કેલી વેઠવી પડે છે
 • તાલુકા ભાજપ પ્રમુખની એસટીના વિભાગીય નિયામકને રજુઆત

અમરેલીમાં શાળા અને કોલેજો શરૂ થતા ગ્રામ્ય વિસ્તારની બસ સેવા ફરી શરૂ કરવા માટે તાલુકા ભાજપ પ્રમુખે એસટીના વિભાગીય નિયામકને પત્ર લખી રજુઆત કરી છે. ગામડાઓમાં બંધ થયેલી એસટી સેવાથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડે છે.અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસીયાએ જણાવ્યું હતું કે કોરોના મહામારીના કારણે એસટી વિભાગે ગામડાઓના રૂટ બંધ કરી દીધા છે.

પરંતુ શાળા - કોલેજમાં અભ્યાસ ક્રમ શરૂ થઈ ગયો છે. જેના કારણે અમરેલી તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અપડાઉન કરી રહ્યા છે. પણ એસટી બસ બંધ હોવાથી વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. ઉપરાંત તગડા ભાંડા ચૂકવવા પડે છે. જેના કારણે મધ્યમ વર્ગના પરિવારના બાળકોને મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે તેમણે શાળા - કોલેજોમાં શિક્ષણકાર્ય શરૂ થતા બંધ કરેલ ગામડાના રૂટ ફરી શરૂ કરવા માંગણી ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો