તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમાણીની આશા:નવી સિઝનનો પ્રારંભ 700 બોટ માછીમારી માટે દરિયામાં રવાના

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

જાફરાબાદ તથા આસપાસના વિસ્તારની 700 જેટલી બોટ નવી સિઝન ખુલતા જ આજે દરિયામા રવાના થઇ હતી. છેલ્લા દો વર્ષથી કોરોના અને વાવાઝોડાના કારણે પારાવાર પરેશાની અને નુકશાની ભોગવતા માછીમારોએ હવે સારી કમાણીની આશા સાથે દરિયાની વાટ પકડી છે.

ફિશીંગની નવી સિઝનનો આરંભ થઇ ચુકયાે છે. સરકાર દ્વારા પહેલી સપ્ટેમ્બરથી નવી સિઝન માટે મંજુરી અપાઇ છે ત્યારે ગઇરાત્રે બાર વાગ્યા પછી જાફરાબાદ પંથકના માછીમારાેઅે હાેંશેહાેંશે દરિયાે ખેડવાની શરૂઅાત કરી દીધી છે. જાફરાબાદ, શિયાળબેટ અને અાસપાસના બંદરાેની 700 જેટલી બાેટ કાયમ માછીમારી માટે જાય છે. જાે કે ગત વર્ષે લાેકડાઉન દરમિયાન અા માછીમારાેઅે પાેતાની સિઝન અધુરી મુકી દીધી હતી. સરકારે છુટ અાપ્યા બાદ પણ બાકીની સિઝન પુરી કરી ન હતી. જયારે ચાલુ વર્ષે માછીમારાે હાેંશેહાેંશે દરિયામા તાે ગયા હતા પરંતુ તાઉતે વાવાઝાેડાઅે માછીમારાેને અનહદ નુકશાન પહાેંચાડયુ હતુ. હવે માછીમારાે તે સમય ભુલીને નવેસરથી દરિયાે ખેડવા નીકળી પડયા છે.મધરાતે બાર વાગતા જ જાફરાબાદ બંદર પરથી અેકસાથે બાેટાે છુટી હતી. માછીમારાેઅે નવી સિઝન માટે અગાઉથી જ તૈયારીઅાે કરી લીધી હતી. અાવનારા અાઠ માસ સુધી માછીમારીની ભરપુર સિઝન ચાલશે તેવી અહીના સાગરખેડૂને અાશા છે.

તૂટેલી જેટીની પરેશાની: બોટ એસો. ના પ્રમુખ
અહીના માછીમારાે મચ્છી પકડીને અાવે ત્યારે તેના માટેનાે ધકાે અને જેટી વાવાઝાેડા દરમિયાન તુટી ગયા હાેય તેમને મચ્છી અન્ય બંદરાે પર ઉતારવા જવુ પડશે અને તેના કારણે ખર્ચ પણ વધશે તેમ બાેટ અેસાે.ના પ્રમુખ કનૈયાલાલે જણાવ્યું હતુ.

સરકાર લાેન, સબસીડી અાપે
પાલિકાના પુર્વ પ્રમુખ સનાભાઇ બારૈયાઅે જણાવ્યું હતુ કે વાવાઝાેડામા તુટેલી બાેટાેની મરામત માટે સરકારે લાેન અાપવી જાેઇઅે અને ડિઝલમા સબસીડી અાપવી જાેઇઅે. કાેઇ ખલાસી દરિયામા ગુમ થાય તાે વિમાે મળતાે નથી જે મળવાે જાેઇઅે.>સનાભાઇ બારૈયા, પૂર્વ પ્રમુખ

સરકાર સેટેલાઇટ ફાેન અાપે
​​​​​​​ખારવા સમાજના અાગેવાન ભગુભાઇ સાેલંકીઅે જણાવ્યું હતુ કે દરિયામા જતા માછીમારાેને સરકારે સેટેલાઇટ ફાેન અાપવાે જાેઇઅે જેથી તેમની બાેટ કયાં છે તેની જાણકારી રહે અને ઇમરજન્સીના સંજાેગાેમા સંપર્ક થઇ શકે.> ભગુભાઇ, સોલંકી, ખારવા સમાજના આગેવાન

અન્ય સમાચારો પણ છે...