વ્યવસ્થા:જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી વ્યવસ્થા માટે કંટ્રોલરૂમ શરૂ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતદારો કે પછી ઉમેદવારોને કોઈ પણ ફરિયાદ હશે તો સંર્પક કરી શકશે

અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી વ્યવસ્થા માટે વહિવટી તંત્રએ ખાસ કંટ્રોલરૂમ શરૂ કર્યો છે. અહી મતદારો કે પછી ઉમેદવારોને કોઈ પણ ફરિયાદ હશે તો સંપર્ક કરી શકશે. ખાસ કરીને જિલ્લા વહિવટી તંત્રએ પણ ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તખ્ખો તૈયાર કર્યો છે.જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ઉમેદવારોનો પ્રચાર પૂર્ણ થઈ ગયો છે. સાથે સાથે ડોર- ટુ- ડોર પ્રચાર પણ ખતમ થઈ ગયો છે. હવે આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. મતદારો અને ઉમેદવારોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળે છે.

પણ ચૂંટણી દરમિયાન અમુક સ્થળે આચારસંહિતાનો ભંગ થવો કે પછી મતદાન કરવા આવતા મતદારોને દબાવવાની કોશિષ થતી હોય છે. ત્યારે આવી ઘટનાઓને પહોંચી વળવા માટે જિલ્લા વહિવીટી તંત્ર પણ સજ્જ બન્યું છે.જિલ્લા કલેકટર કચેરી અને તાલુકાકક્ષાએ મામલતદાર કચેરીમાં ચૂંટણી દરમિયાન કોઈ પણ ઘટનાને પહોંચી વળવા માટે ખાસ કંટ્રોલરૂમ તૈયાર કરાયા છે.

અહી મતદારો કે પછી ઉમેદવારોને ચૂંટણી દરમિયાન કોઈ પણ ફરિયાદ કરી શકશે. તેની ફરિયાદનું નિવારણ પણ તાત્કાલીક કરાશે. ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ અત્યારે ચરમસીમાં પર પહોંચ્યો છે. પણ આવતીકાલ સાંજ સુધીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ માહોલ શાંત પડી જશે.

અન્ય સમાચારો પણ છે...