તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:બગસરા શહેરમાં મંજુર થયેલ સરકારી વિજ્ઞાન કોલેજ શરૂ કરો

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અેક વર્ષ કરતા વધુ સમય વિતી ગયાે : સીએમને રજુઅાત

ગત વર્ષે બગસરા શહેર માટે સરકારી વિજ્ઞાન કોલેજ શરૂ કરવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ એક વર્ષથી વધુ સમય વિતવા છતાં આ કોલેજ શરૂ કરવા બાબતે કોઈ પગલા ન લેવાતા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ હતી.

સરકારી વિજ્ઞાન કોલેજ શરૂ કરવા બાબતે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે રાજકીય હોદ્દેદારો તથા પદાધિકારીઓ દ્વારા આ બાબતે ખૂબ જ વાહ-વાહી પણ કરવામાં આવી હતી. જો કે કોરોના કાળના સમયને લીધે આ બાબતે આગળ કાર્યવાહી થઈ શકી ન હતી. તેમજ ધોરણ 12ના પરિણામોની જાહેર થઈ ગયેલ હોવાથી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ દ્વારા પણ અન્ય જગ્યાઓમાં પ્રવેશ મેળવી લીધો હતો.

પરંતુ હવે આ વાતને એક વર્ષ થવા આવ્યા છતાં કોઈપણ પ્રકારની હલનચલન જોવા ન મળતા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ પ્રભારી મંત્રી, સંસદ સભ્ય, ધારાસભ્ય, શિક્ષણ મંત્રી સહિતના ભાજપના અધિકારીઓ તથા પદાધિકારીઓને આ બાબતે આ વર્ષે ધોરણ 12નું પરિણામ આવે તે પૂર્વે કોલેજ શરૂ કરવામાં આવે તો બગસરાની આસપાસના વિસ્તારો જેવા કે કુકાવાવ, વડીયા ધારી-ખાંભા તેમજ વિસાવદર સુધીના વિદ્યાર્થીઓને શૈક્ષણિક લાભો મળશે.

અન્ય સમાચારો પણ છે...