વીજકંપનીનો નવતર પ્રયોગ:સાવરકુંડલા PGVCL ડિવિઝન હેઠળ આવતા સ્ટાર ગ્રાહકોનું પ્રથમવાર વાજતે ગાજતે સન્માન કરાયું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકના ઘર પર પહોંચી PGVCLની ટીમે બિરદાવ્યા

અમરેલી જિલ્લામા આવેલ સાવરકુંડલા ડિવિઝન હેઠળ આવતા વીજ ગ્રાહક બાબુભાઈ વિરજીભાઈ ઠુંમર અને એમ.વી. હડિયા જેવો પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનું નિયમિત બિલ ભરતા સાવરકુંડલા ડિવિઝનના અધિકારીગણ દ્વારા પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. એક વર્ષ દરમિયાન 5 દિવસ સુધીમાં જે ગ્રાહકો વીજ બિલ ભરે છે તેમને સન્માનિત કરવા નિર્ણય પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના એમ.ડી.વરુણ કુમાર બરનવાલે લીધો છે.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત PGVCL સૌરાષ્ટ્રભરના 619 ગ્રાહકો એવા છે જે વર્ષ દરમિયાન આવતા ઘર, દુકાનના વીજ બિલ પાંચ દિવસમાં ભરે છે. PGVCL દ્રારા પાવર ચોરી કરનારા લોકોને કડક પગલાં ભરીને કાયદાકીય કાર્યવાહી કરતા હોય છે. પરંતુ એવા વીજકંપનીના કેટલાક પ્રામાણિક અને નિયમિત વીજ ગ્રાહકો હોય છે જેને સન્માનિત કરવામાં આવી રહ્યા છે.

પીજીવીસીએલમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં 619 વીજગ્રાહક એવા છે તેમણે પોતાનું વીજબિલ ઈશ્યૂ થયાના 5 જ દિવસની અંદર ભરપાઈ કરી દીધું હોય તેવા ગ્રાહકો ને પીજીવીસીએલ દ્વારા સન્માન કરવાનો એક નિર્ણય કરાયો છે. ત્યારે આજે કાર્યપાલક ઈજનેર - જે. એસ.દહિયા નાયબ ઈજનેર - એસ પી બોરડ નાયબ ઈજનેર - જે એન ગોંડલિયા અધિક્ષક હિસાબનીશ - એસ એ દલ સહિતના અધિકારી દ્વારા વીજબિલ ભરવામાં નિયમિતતા દાખવનાર વીજગ્રાહકોના ઘરે પોહચી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આવા ગ્રાહકોને પ્રોત્સાહન મળે અને બીજા અનેક ગ્રાહકોમાં પણ આ બાબતે જન જાગૃતિ મળે તે માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...