તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:અમરેલી અને કુંડલા ઝોનના 17 કેન્દ્રમાં ધોરણ10નાં વિદ્યાર્થી પરીક્ષા આપશે

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમરેલી જિલ્લામાં ધોરણ 10માં અમરેલી અને સાવરકુંડલા ઝોનમાં 17 કેન્દ્ર પર 11351 છાત્રોની 15મીથી પરીક્ષા યોજાશે. તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના 5412 વિદ્યાર્થીઓ માટે અમરેલીમાં 2 કેન્દ્રની ફાળવણી કરી છે. પરીક્ષા આડે માત્ર 5 દિવસ બાકી રહેતા શિક્ષણ વિભાગે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.

અમરેલી જિલ્લામાં ધોરણ 10 અને 12 ના રેગ્યુલર વિદ્યાર્થીને માસ પ્રમોશન આપ્યા બાદ હવે રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. ધોરણ 10ના 17 અને ધોરણ 12ના 2 કેન્દ્રો ઉપર 15 થી 28 જુલાઈ સુધી પરીક્ષાનું આયોજન કરાયું છે.

અમરેલી જિલ્લા શિક્ષણ કચેરીના ભૂતૈયાભાઇએ જણાવ્યું હતું કે ધોરણ 10માં અમરેલી ઝોનમાં બગસરા, કુંકાવાવ, લાઠી, અમરેલી, બાબરા, વડીયા, લીલીયા, ચિતલ કેન્દ્રના 25 બિલ્ડીંગમાં 4703 અને સાવરકુંડલા ઝોનમાં વંડા, વિજપડી, સાવરકુંડલા, રાજુલા, દેવકા, જાફરાબાદ, ખાંભા, ધારી તેમજ ચલાલાના 35 બિલ્ડીંગમાં 6648 રીપીટરની પરીક્ષા યોજાશે. તેમજ ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહના 1 કેન્દ્રના 4 બિલ્ડીંગ પર 587 અને સામાન્ય પ્રવાહના 1 કેન્દ્રના 13 બિલ્ડીંગ 4825 છાત્રો માટે પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...