શિક્ષકોને કામગીરીના આદેશ:10 કેન્દ્ર પર ધોરણ 10 અને 12ની પરીક્ષાના પેપર ચકાસણી થશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોને ઓર્ડર આપી દેવાયો છે, બે કેન્દ્ર પર ચકાસણી શરૂ

અમરેલી જિલ્લામાં જુદાજુદા 10 કેન્દ્ર ઉપર ધોરણ 10 અને 12ની પરીક્ષાના પેપરની ચકાસણી કરાશે. જેના માટે શિક્ષકોને પેપર ચકાસણીની કામગીરી માટે ઓર્ડર પણ આપી દેવાયા છે. અત્યારે જિલ્લામાં 10માંથી બે કેન્દ્ર પર પેપર ચકાસણીની કામગીરીનો આરંભ થઈ ગયો છે. મધ્યસ્થમ મુલ્યાંકન કેન્દ્રના નિયામક અને બોર્ડના સંકલનથી ઉત્તરવહી ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.

અમરેલી જિલ્લામાં પણ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પેપર ચકાસણી માટે 10 કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. જેના માટે અમરેલી જિલ્લાના શિક્ષકોને ઓર્ડર પણ આપી દેવાયા છે. શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે અત્યારે જિલ્લામાં બે કેન્દ્ર પર પેપર ચકાસણીની કામગીરી શરૂ થઇ ગઈ છે. તેમજ બાકીના કેન્દ્ર પર બોર્ડ પેપર મોકલશે.ત્યારે ચકાસણીની શરૂઆત થશે. ઉપરાંત પેપર ચકાસણી કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ તૈનાત કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...