તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:રાત્રી કર્ફયુમાં એસટીને પ્રવેશની છૂટ, મેટ્રોસીટીના 15 રૂટ બસ સ્ટેન્ડ જશે

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 ડેપોમાં હજુ પણ લોકલ 60 વિદ્યાર્થી ટ્રીપ બંધથી હાલાકી

રાત્રી કર્ફયૂમા એસટીને મોટા શહેરોમાં પ્રવેશ આપવાની મંજૂરી મળી છે. જેના કારણે અમરેલી એસટી ડિવિઝનના 15 રૂટ હવે બાયપાસની જગ્યાએ જે તે શહેરના બસ સ્ટેન્ડમાં જશે. તેમજ હજુ વિભાગના 7 ડેપોમાં લોક 60 વિદ્યાર્થી સિડ્યુલ બંધ છે. જેના કારણે મુસાફરોને સમયસર લોકલ બસ મળતી નથી.

કોરોના મહામારીને ધ્યાને રાખી રાજ્યના 29 શહેરમાં રાત્રી કર્ફયુ લાદવામાં આવ્યો હતો. જેના કારણે એસટીની સેવા પર માઠી અસર પહોંચી હતી. જે બાદ કોરોનાના કેસમાં ઘટાડો થતા અમરેલી સહિત 18 શહેરોમાંથી રાત્રી કર્ફયુ હટાવી લેવામાં આવ્યો છે. તેમજ રાત્રી કર્ફયુના શહેરોમાં અમરેલી એસટીના 15 રૂટ બાયપાસ પરથી ચલાવવામાં આવતા હતા. પરંતુ હવે એસટીને રાત્રી કર્ફયુમાં શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે.

જેના કારણે અમરેલી એસટીના 15 રૂટ રાત્રી કર્ફયુના સમયે બાયપાસની જગ્યાએ મેટ્રોસીટીમાંથી ચલાવવામાં આવશે. બીજી તરફ અમરેલી એસટી ડિવિઝનના રાજુલા, ઉના, કોડીનાર, બગસરા, ધારી, સાવરકુંડલા અને અમરેલી ડેપોમાં શાળાઓ બંધ હોવાથી 60 જેટલી સિડ્યુલ હજુ બંધ છે. જેના કારણે લોકલ રૂટમાં અપડાઉન કરતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...