તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:રાજુલાથી ભુજ સુધીની એસટી સ્લીપર બસ સેવા શરૂ કરાઇ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેપો મેનેજરે બસને લીલી ઝંડી આપી : વેપારીઓમાં ખુશી

રાજુલાથી ભુજ વચ્ચે સ્લીપર બસ સેવા શરૂ કરવામાં આવી છે. અહીં રાત્રે 8 કલાકે રાજુલાના ડેપો મેનેજર નિમિષાબેન ગઢવીએ લીલી ઝંડી આપી બસને રવાના કરી હતી. વેપારીઓની વર્ષો જૂની માંગણી સંતોષાતા ખુશીનો માહોલ સવાયો હતો. રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરાએ રાજુલા થી ભુજ વચ્ચે સ્લીપર બસ સેવા શરૂ કરવા એસટીના વિભાગીય નિયામક ચારોલાને રજૂઆત કરી હતી.

જેને ધ્યાને રાખીને અમરેલી એસટી ડિવિઝન દ્વારા રાજુલા ડેપોમાંથી સાંજે 8 વાગ્યાની સ્લીપર બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ ભુજ ડેપોમાંથી સવારે 6 કલાકે અમરેલી તરફ આવવા રવાના થશે. રાજુલા - ભુજ વચ્ચે શરૂ થયેલી બસ સેવાને ડેપો મેનેજર નિમિષાબેન ગઢવીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે રાજુલા ડેપોના સૈયદભાઈ, ભરતભાઇ વરૂ, પ્રતાપભાઈ, ચંપુભાઈ, કશુભાઈ ધાખડા અને વી.વી.જોષી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો